JOBS: ભારતીય કોસ્ટ ગાર્ડમાં જોડાવાની સુવર્ણ તક, આ રહી સંપૂર્ણ માહિતી
ભારતીય કોસ્ટ ગાર્ડ માં યુનિયન સહસ્ત્ર દળ માં નાવિક પદ માં કુલ 358 પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ. 5 જાન્યુઆરી 2021 થી 18 જાન્યુઆરી 2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ કોરોના કાળમાં લોકડાઉનના કારણે તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યાં છે. ત્યારે આ સ્થિતિમાં હવે ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. એવામાં સરકારી નોકરી માટે પણ ભરતીની વિવિધ જાહેરાતો થઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી થવા માંગતા યુવાનો માટે પણ એક સુવર્ણ તક આવી છે. જેના માટે શૈક્ષણિક લાયકાત થઈ લઈને ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીની તમામ વિગતો તમને આ આર્ટીકલમાં મળશે.
STAR KIDS: કેવી છે ધોનીની પુત્રી ઝીવાથી લઈને સૈફના પુત્ર તૈમુર સુધીના સેલિબ્રિટિ કિડ્ઝની લાઈફસ્ટાઈલ?
શૈક્ષણિક લાયકાત
1.નાવિક પદ માટે 10+12 મેથ્સ અને ફિઝિક્સ વિષયમાં માન્ય શૈક્ષણિક બોર્ડ સાથે 50% સાથે ઉર્તિન હોવો જોઈએ.
2.નાવિક માં યાંત્રિક પદ માટે AICTC થી માન્ય ગણાતી યુનિવર્સિટી માં ઇલેક્ટ્રીકલ /મિકેનિકલ/ટેલિકોમ્યુનિકેશન કે એન્ગજીનીયરિંગ ની ડિગ્રી હોવી જોઈએ.COBSE થી માન્ય ગણાતી યુનિવર્સિટીમાં ઉમેદવાર ની અરજી સ્વીકાર માં આવશે.
CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, ROLLCE ROYCE, BANTLEY અને BUGAATIમાં ફરે છે સ્ટાર
વય મર્યાદા
નાવિક પદ માટે ઉમેદવાર ની ઉંમર 18 થી 22 વર્ષની હોવી જોઈએ. નાવિક માં યાંત્રિક પદ માટે 1 ઓગસ્ટ 1999 થી 1 સપ્ટેમ્બર 2003 સુધી માન્ય ગણાશે. SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી.OBC ઉમેરવાર માટે 3 વર્ષ ની છૂટ આપવામાં આવશે.
ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા
ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 100 માર્ક ની પરીક્ષા માંથી 55% માર્ક લેવામાં આવશે. ઉમેદવાર ને અરજી કરવા આ સાઈડ https://joinindiancostgaurd.cdac/ aapply.html પર થી અરજી કરી શકશે.
Bank Loan: હવે લોન મેળવવાનું બન્યું સરળ, જલદી જાણીલો આ વાત તો ફાયદામાં રહેશો
પરીક્ષા ફી
ઓપન અને OBC ના ઉમેદવાર માટે 250 રૂપિયા ભરવાના રહશે. SC અને ST ઉમેદવાર માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં. ઉમેદવાર ને ફી ઓનલાઈન ભરવાની રહેશે.
Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની
નોંધ-
ઉમેદવાર ને એક વાર ફી ચુકવણી પછી ફી પાછી આપવામાં આવશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે