એક ઇન્જેક્શન અને પુરુષ 13 વર્ષ સુધી નહીં બની શકે પિતા !
ડોક્ટર્સના દાવા પ્રમાણે આ ઇન્જેક્શનની સફળતાનો દર 95 ટકાથી વધારે છે
Trending Photos
નવી દિલ્હી : અત્યાર સુધી તમે મહિલાઓના અસુરક્ષિત સેક્સ સંબંઘ બાદ ગર્ભધારણથી ગોળીઓ ગળતી જોવા મળે છે. જોકે હવે બહુ જલ્દી માર્કેટમાં પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન આવવાનું છે અને એ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને કારગર હશે.
વાસ્તવમાં ભારતીય વૈજ્ઞાનિકોએ પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન ડેવલપ કર્યું છે જેની અસર 13 વર્ષ સુધી રહેશે. આ ઇન્જેક્શન લગાવ્યા બાદ પુરુષોને નસબંધીની જરૂર પડશે નહીં. આ ઇન્જેક્શનની ટ્રાયલ પૂરી થઇ ગઈ છે અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એનો રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બહુ જલ્દી આ ઇન્જેક્શનને બજારમાં લાવવાની મંજૂરી મળશે.
ICMR (Indian Council of Medical Research)ના વૈજ્ઞાનિક ડોક્ટરોનું કહેવું છે કે આ રિવર્સિબલ ઇનબિશન ઓફ સ્પર્મ અંડર ગાઇડન્સ છે, જે એક પ્રકારનું ગર્ભનિરોધક ઇન્જેક્શન છે. એમને જણાવ્યું કે અત્યાર સુધી પુરુષોના સ્પર્મનું ટ્રાન્જેક્શન રોકવા માટે ગર્ભનિરોધક ઓપરેશન કરાવવાની જરૂર પડતી હતી, પરંતુ આ ઇન્જેક્શન આવ્યા બાદ પુરુષોની આ પરેશાની દૂર થઇ જશે. એક વખત આ ઇન્જેક્શનને લગાવ્યા બાદ આ 13 વર્ષ સુધી કામ કરશે.
નસબંધીની સર્જરીમાં જે બે નસને કાપી નાંખવામાં આવે છે, એ જ બે નસોમાં આ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ એ નસો હોય છેજેમાં સ્પર્મ ટ્રાવેલ કરે છે. ઇન્જેક્શન આપ્યા બાદ સ્પર્મ તૂટી જશે અને ગર્ભધારણ થઇ શકશે નહીં. એના માટે બંને નસોમાં 60 એમએલના ડોઝનું એક એક ઇન્જેક્શન આપવામાં આવશે. આ ઇન્જેક્શન તમામ કામ કરી આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે