ગુજરાતનો વેપારી નાવડી લઇને દુનિયામાં વેપાર કરતો આવ્યો છે: નરેંદ્ર મોદી
આજે સવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ આગમન કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી પોતાના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્રેડ શોથી અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.
Trending Photos
અમદાવાદ: આજે સવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ આગમન કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી પોતાના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્રેડ શોથી અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.
શોપિંગ ફેસ્ટિવલના ઉદઘાટન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતા અમિત ચાવડાના નિવેદનને આધાર બનાવી પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાનું કહેવું છે કે 30 ટકા એમઓયૂ ગાયબ થઇ જાય છે એનો મતલબ કે 70 ટકા એમઓયૂનો અમલ થયો છે. ગુજરાત કરતા નાના રાજ્યોમાં બે રોજગારીની સંખ્યા વધારે છે, ગુજરાતમાં માત્ર ૪ લાખ ૮૦ હજાર બે રોજગાર નોંધાયેલા છે. આ આંકડો દિવસે દિવસે ઘટે છે.
વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં રોકાણ વધી રહ્યું છે. અમદાવાદનો વેપારી પોતાના સ્વબળે દુનિયાભરમાં ઓળખ ઉભી કરી છે. અમદાવાદ એવું શહેર સસ્તું અને સારું મળે છે. આ બિઝનેસને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સરકારે મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.
શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા મોદીએ કહ્યું કે, ખરીદવા આવ્યા હોય તો ખાલી હાથે ન જવાય, નાના મોટા તમામ વેપારીઓએ ભાગ લીધો છે. બદલતા અમદાવાદને સલામ, યુગ બદલાયો છે અમદાવાદીઓ બદલાયા છે.
PM નરેંદ્ર મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ
પીએમ નરેંદ્ર મોદીએ કેમ છો? કહીને કરી ભાષણની શરૂઆત
શોપિંગ ફેસ્ટિવલનો વિચાર આવવો એ જ મોટું હિંમતનું કામ છે.
કેરીમાંથી રસ કાઢી ફજેતો બનાવવાનો
અમદાવાદના બદલાતા મિજાજને સલામ: નરેંદ્ર મોદી
સામુહિકતા એક તાકાત હોય છે: નરેંદ્ર મોદી
અમદાવાદના બદલાયેલા મિજાજને સલામ, જેને સમજણ ના પડે એના માટે સમય બગાડવાનું જરૂર નથી.
આ પ્રકારની વ્યવસ્થા અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો પ્રયાસ છે: નરેંદ્ર મોદી
આવા શોપિંગ ફેસ્ટિવલથી વેપારીઓનો ઉત્સાહ વધશે: નરેંદ્ર મોદી
આ પ્રકારની પહેલ સરાહનીય છે: નરેંદ્ર મોદી
આ પ્રકારનું આયોજન આપણે વિદેશમાં જ જોતા હોઈએ છીએ: નરેંદ્ર મોદી
આ પ્રકારના ફેસ્ટિવલ નાના ઉદ્યોગોને મોટું માર્કેટ મળે છે: નરેંદ્ર મોદી
ગત સાડા ચાર વર્ષમાં નિયમોને હળવા બનાવવામાં આવ્યા: નરેંદ્ર મોદી
નાના વેપારીઓને મોટું પ્લેટફોર્મ મળ્યું: નરેંદ્ર મોદી
દુનિયામાં ગુજરાતનું સ્થાન અલગ છે: નરેંદ્ર મોદી
વેપાર માટે છેલ્લા ચાર વર્ષોમાં નિયમોને ઘણા હળવા કર્યા જેના લીધે દુનિયામાં ૧૪૪ નંબરથી આજે ૭૦ નંબરે પહોંચ્યા છીએ
જીએસટી કાઉન્સિલે નિર્ણય કર્યો કે ૪૦ લાખ રૂપિયાના ટર્નઓવર સુધી જીએસટી રજીસ્ટ્રેસન અનિવાર્ય નથી
જીએસટીના લીધે દેશમાં એક સારી વ્યવસ્થા બની: નરેંદ્ર મોદી
જીએસટીની વ્યવસ્થાને વધુ સરળ અને સશક્ત બનાવવા વ્યવસ્થા
59 મિનિટમાં 1 કરોડની લોન મળી રહેશે
ઓનલાઇન પ્લેટફોર્મથી સરકારને સીધી વસ્તુ વેચી શકશે
પોતાના સંબોધનમાં વિક્રમ સારાભાઇનો ઉલ્લેખ કર્યો
વિક્રમ સારાભાઇની પ્રતિમાનું અનાવરણ કરવાનો મોકો મળ્યો: નરેંદ્ર મોદી
આ વર્ષ તેમની જન્મ શતાબ્દીનું વર્ષ છે, જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ જગાડશે: નરેંદ્ર મોદી
દર વર્ષે શોપીંગ ફેસ્ટીવલ યોજવા માટે આયોજન કરવા માટે વડાપ્રધાનની અપીલ
એક તારીખ નક્કી કરી દર વર્ષે શોપીંગ ફેસ્ટીવલ કરવા આહ્વાન કર્યું
ગુજરાત ની ઓળખ વેપારની હતી, આજે ગુજરાતની ઓળખ મેન્યુફેક્ચરની છે: નરેંદ્ર મોદી
ગુજરાતનો વેપારી નાવડી લઇને દુનિયામાં વેપાર કરતો આવ્યો છે
અમદાવાદીઓને શોપીંગ ફેસ્ટીવલનો લાભ લેવા આહ્વાન
કપડાં, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી અથવા ઘરમાં ઉપયોગ થનારી વસ્તુઓનો સામાન ખરીદવા અથવા પછી સ્પા અને સલૂન હોય, દવાઓની ખરીદી હોય કે રેસ્ટોરન્ટમાં જમવા પર અહીં તમને બંપર ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ડિસ્કાઉન્ટની સાથે-સાથે તમે કરોડોના ઈનામ જીતી શકો છો.
જી હાં. અમદાવાદમાં દુબઇ જેવો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં ગુજરાત સહિત દેશભરમાંથી તમામ વેપારીઓ ભાગ લઇ રહ્યા છે. વધુમાં વધુ લોકોને આકર્ષિત કરવા માટે આ ફેસ્ટિવલમાં ખરીદી પર તગડા ડિસ્કાઉન્ટની સાથે ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું છે. આ સમિટમાં ઘણા દેશોના પ્રતિનિધિ સામેલ થવા જઇ રહ્યા છે. સમિટમાં સામેલ થવા માટે મોટી માત્રામાં રાજકારણીઓથી માંડીને બિઝનેસમેન અમદાવાદ આવશે. આ આયોજનનો ફાયદો શહેરના વેપારીઓને પણ મળવો જોઇએ, આ વિચાર સાથે ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદમાં 17 થી 28 જાન્યુઆરી દરમિયાન ''અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ''નું આયોજન કરવામાં આવ્યું છે.
દર કલાકે 60 ઇનામ
આ ફેસ્ટિલની ખાસિયત એ છે કે દર મિનિટ ગ્રાહકોને ઇનામ મળશે. દરરોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર કલાકે 60 ઇનામ અને રાત્રે 10 વાગ્યાથી બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી દર કલાકે 20 ઇનામ આપવામાં આવશે. જો તમે કોઇ રેસ્ટોરન્ટમાં જાવ છો તો ત્યાં જમવા પર ડિસ્કાઉન્ટ મળશે. ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં, દવાઓ, જ્વેલરી, હેંડીક્રાફ્ટ, સ્પા-સલૂન સહિત દરેક વસ્તુની ખરીદી પર ગ્રાહકોને 500ની ખરીદી અથવા બિલની ચૂકવણી પર એક કૂપન મળશે અને તેના આધારે દરરોજ દર કલાકે ડ્રો થશે.
જો તમે 1000 રૂપિયા સુધી ખરીદી કરે છે અથવા જમે છે, તો તમને બે કૂપન મળશે. તેના આધારે કરોડોના ઇનામ જીતી શકો છો. ગ્રાહકોને કુલ 10 કરોડના ઇનામ રાખવામાં આવ્યા છે અને વેપારીઓ માટે પણ એક કરોડનું ઇનામ રાખવામાં આવ્યું છે.
સંપૂર્ણપણે ડિજિટલ હશે મેળો
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના પ્રમુખ જયેંદ્ર તન્નાએ જણાવ્યું હતું કે વેપારીઓ માટે રજિસ્ટ્રેશન ફી 1999 રૂપિયા રાખવામાં આવી છે. જે રજિસ્ટ્રેશન કરાવશે તેનું નામ વેબસાઇટ પર આવશે અને તેને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે જોડવામાં આવશે જેથી ગ્રાહક તે દુકાન પર જાય. દરેક દુકાનદારને ગ્રાહક માટે કંઇક ને કંઇક ડિસ્કાઉન્ટ આપવું પડશે.
ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે બધી પ્રક્રિયા ઓનલાઇન હશે અને દર કલાકે ડ્રો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. અંતિમ દિવસે બંપર ડ્રો થશે જે 29 તારીખના રોજ અમદાવાદના સ્ટેડિયમમાં રાખવામાં આવશે. આ ડ્રોમાં પ્રથમ ઇનામ એક કરોડનો ફ્લેટ આપવામાં આવશે.
પીએમ મોદી કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેંદ્ર મોદી 17 જાન્યુઆરીને આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે. ગ્રાહકોને મોબાઇલ નંબર પર તેનો મેસેજ આવી જશે અને ઇનામ લાગશે તો પણ મેસેજ કરવામાં આવશે. ગ્રાહકોને બિલની ચૂકવણી કરતી વખતે મોબાઇલ નંબર આપવો પડશે, જેથી તેમને ડ્રોની સૂચના આપી શકાય. વિજેતાને તેના મોબાઇલ નંબર પર ઇનામ વિશે માહિતગાર કરવામાં આવશે. અને જ્યારે તે ઇનામ લેવા જાય છે તો ઓટીપીના આધારે ગ્રાહકને ઇનામ આપવામાં આવશે. 12 દિવસ ચાલનાર આ શોપિંગ ફેસ્ટિવલમાં કુલ 12000થી વધુ ઇનામ આપવામાં આવશે જેનો ખર્ચ 10 કરોડ રૂપિયાથી વધુ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે