ઘરેબેઠા જ મિનિટોમાં ડ્રાઈવિંગ લાઈસન્સ બની જશે, RTO જઈને ધક્કા ખાવાની જરૂર નહીં પડે

જો તમે પહેલીવાર ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી રહ્યા છો, તો તમારે પહેલા લર્નર ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરવું પડશે અને આજે અમે તમને આ પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઘરેબેઠા જ મિનિટોમાં ડ્રાઈવિંગ લાઈસન્સ બની જશે, RTO જઈને ધક્કા ખાવાની જરૂર નહીં પડે

નવી દિલ્હીઃ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઘણા લોકો પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના ચક્કર લગાવે છે, પરંતુ તેમાં ક્યારેક સમય લાગે છે. પીક સમયે આ સમસ્યા વધુ વધી જાય છે કારણ કે લોકો અહીં મોટી સંખ્યામાં પહોંચવા લાગે છે, પરંતુ જો તમે આ ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો હવે તમને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવાનો ઓનલાઈન વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ વિકલ્પની મદદથી તમે ઘરે બેસીને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકો છો. જો તમે પહેલીવાર ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી રહ્યા છો, તો તમારે પહેલા લર્નર ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરવું પડશે અને આજે અમે તમને આ પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ ખાસ વાંચોઃ

 

લર્નર ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી:

--સૌથી પહેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
--આ વેબસાઇટ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do છે.
-- અહીં રાજ્ય પસંદ કરો અને એપ્લાય ફોર અ લર્નર લાયસન્સ પર ક્લિક કરો.
હવે લર્નર ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભરો.
-- બધી જરૂરી માહિતી ભરો.
-- આધાર કાર્ડ સાથે અરજદાર પસંદ કરો.
-- આધાર ઓથેન્ટિકેશન દ્વારા સબમિટ કરો પર ક્લિક કરો અને સબમિટ કરો.
-- આધાર કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર દાખલ કરો.

આ પણ ખાસ વાંચોઃ

-- જનરેટ OTP પર ક્લિક કરો.
-- રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
-- નિયમો અને શરતો સ્વીકારો.
-- ઓથેન્ટિકેશન બટન પર ક્લિક કરો.
-- લાઇસન્સ ફી ચુકવણી વિકલ્પ પસંદ કરો.
-- ઓનલાઈન ટેસ્ટ માટે સમય અને તારીખ પસંદ કરો.
-- પછી, ઓનલાઈન ટેસ્ટ આપો.
--જો તમે ટેસ્ટ પાસ કરશો તો તમને કન્ફર્મેશન મળશે.

આ ઓનલાઈન પ્રોસેસથી તમે તમારુ લર્નર લાઈસન્સ સરળતાથી કઢાવી શકો છો... અને આ ઉપરાંત ઉપર દર્શાવેલ વેબસાઈટ થકી અલગ અલગ વિકલ્પ મુજબ તમારા ડ્રાઈવિંગ લાઈસન્સ અંગે અપડેટ મેળવી શકો છે અને RTOના ધક્કા પણ નહીં ખાવા પડે.

આ પણ ખાસ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news