જમવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો શું કહે છે આયુર્વેદ અને શું છે ડાયેટ પ્લાનરનો મત

Lunch Time: ક્યારે જમવું? કેટલું જમવું? શું જમવું? સ્વાસ્થ્ય માટે શું સારું? આવા અનેક સવાલો તમારા મનમાં આવતા હશે. તો આવા દરેક સવાલોનો સચોટ જવાબ જાણવા વિગતવાર વાંચો આ આર્ટિકલ...

જમવાનો શ્રેષ્ઠ સમય કયો? જાણો શું કહે છે આયુર્વેદ અને શું છે ડાયેટ પ્લાનરનો મત

Lunch Time: વિદ્વાનો કહે છેકે, માત્ર જમવું જરૂરી નથી, પણ ટાઈમ પર જમવું મહત્ત્વનું છે. કારણકે, જો તમે ટાઈમ પર નહીં જમો તો તમે અનેક બીમારીઓનો ભોગ બની શકો છો. તમે ટાઈમ પર જમશો તો અનેક બીમારીઓ તમારાથી કોષો દૂર રહેશે. હવે તમારી તંદુરસ્તી તમારા હાથમાં છે. જાણો શું કહે છે આયુર્વેદ અને જાણીતા ન્યુટ્રીશન સ્પેશ્યાલીસ્ટ કે ડાયેટ પ્લાનરનો શું છે મત તે પણ જાણીએ...

શારીરિક શક્તિ અને ઉર્જા માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાશો અથવા ખોટા સમયે ખાશો તો ઘણી સમસ્યાઓ તમને ઘેરી શકે છે. દરેક કામની જેમ જમવાનો પણ યોગ્ય સમય છે. જ્યારે તમારા શરીરને વધુ પોષણ અને ઉર્જાની જરૂર હોય. અમને આ લેખમાં લંચ ખાવાનો યોગ્ય સમય જણાવીશું...

જમવાનું ગણિત:
જાણીતા ડાયેટ પ્લાનર અને ન્યુટ્રીશન એક્સપર્ટ કહે છેકે, દરેક વ્યક્તિએ દિવસમાં ત્રણ વાર જમવું જોઈએ. તેનાથી તમારું શરીર હંમેશા તંદુરસ્ત રહે છે. પરંતુ કયા સમયે જમો છો, કેટલું જમો છો અને શું જમો છો તેનું ખાસ મહત્ત્વ છે. અને તેની સીધી અસર તમારા સ્વાથ્ય પર પડે છે. ખાસ કરીને લંચમાં, તમારે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફેટ, વિટામિન્સ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ. 

શરીરના અંગોનું ટાઈમ ટેબલઃ
શરીરના દરેક અંગના કામ કરવાનો સમય અલગ અલગ છે. જઠરનો શ્રેષ્ઠ સમય 7.30AM થી 9.30AM, હ્રદયનો કામ કરવાનો શ્રેષ્ઠ સમય છે 1.30AMથી 4.00 AM. એટલા માટે જ સૌથી વધારે હાર્ટ એટેક આ સમયે આવે છે. અહીં બપોરના ભાજનેને નાસ્તા કરતા ઓછું કરવાની સલાહ આપવામાં આવી છે. તમે સવારે છ રોટલી જમો છો તો બપોરે 4 રોટલી જ જમો અને સાંજે 2 રોટલી જ જમો.  સાંજનું જમવાનું સુરજ આથમે તે પહેલા જમી લો. સુરજ આથમે તેની 40 મિનિટ પહેલા જમી લેવું જોઈએ. જૈન ધર્મમાં પણ કહેવાયું છે કે રાત્રે ભોજન ન કરવું. 

તમારે બપોરે કયા સમયે ખાવું જોઈએ?
ઘણી ભારતીય હસ્તીઓને ખોરાક અને પોષણની સલાહ આપનાર ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે લંચ ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે 11 થી 1 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન તમારે ખોરાક લેવો જોઈએ. ન્યુટ્રિશનિસ્ટોનું કહેવું છે કે જો તમે કોઈ પણ કારણસર બપોરે 11 થી 1 વાગ્યાની વચ્ચે બપોરનું ભોજન ન લઈ શકો તો આ સમય દરમિયાન તમારે એક કેળું ખાવું જોઈએ. તે પછી, જ્યારે પણ તમને સમય મળે, પછી બપોરનું ભોજન કરો. આ ટિપ અપનાવવાથી તમને એસિડિટી અને માથાનો દુખાવો નહીં થાય.

આયુર્વેદ મુજબ ક્યારે જમવું જોઈએ?
આયુર્વેદના જાણકાર કહે છે કે જઠરમાં સૌથી વધારે અગ્નિ હોય ત્યારે જમવું જોઈએ. તો હવે બીજો પ્રશ્ન એ આવે કે જઠર અગ્નિ કયા સમયે સૌથી વધારે તીવ્ર હોય છે? તો એના વિશે કહેવાયું છેકે, સુર્યનો ઉદય થાય ત્યારથી લઈ અઢી કલાક સુધી જઠર અગ્નિ સૌથી વધારે તીવ્ર હોય છે. તો આ સમયે સૌથી વધારે ભોજન કરવાની સલાહ આપવામાં આવી છે. 

કેટલાં વાગે લેવું જોઈએ બપોરનું ભોજન?
આયુર્વેદ કહે છેકે, શક્ય હોય તો તમારે સવારના 9.30 વાગ્યા સુધીમાં નાસ્તો ન કરતા બપોરનું ભોજન લઈ લેવું જોઈએ. તેઓ કહે છે કે આ સમયે જે પણ ખાધું હશે તેના દરેક દાણામાંથી શરીરને પોષક તત્વો મળશે. તેથી સવારના સમયે જ લઈ લેવું જોઈએ બપોરનું ભોજન. બપોરે ભોજનના સમયે તમારે ફ્રૂટ કે કંઈક હળવો ખોરાક લેવો હોય તો લઈ શકો છો. 

બપોરનું જમવાના ફાયદા:
1- સમયસર બપોરનું ભોજન કરવાથી તમારી ખોવાયેલી તાકાત અને ઉર્જા પાછી આવે છે.
2- સંતુલિત લંચ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે અને ફોકસ વધે છે.
3-યોગ્ય અંતરાલ પર ખોરાક ખાવાથી, તમારું ચયાપચય સક્રિય રહે છે.
4-બપોરના ભોજનમાં સમાવિષ્ટ પોષક તત્વોની મદદથી ઘણી સમસ્યાઓ પણ રોકી શકાય છે.  

જમતી વખતે કઈ ભૂલ ના કરવી જોઈએ?
તમને જમવામાં જે વસ્તુ સૌથી વધારે પસંદ છે તે સવારે લેવી.  જલેબી પસંદ છે તો સવારે ખાવ કે પરાઠા પસંદ છે તો તે પણ સવારે ખાવ. જમવામાં પેટની સંતુષ્ટી કરતા મનની સંતુષ્ટી વધારે જરૂરી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે દરોજના ભોજનથી સંતુષ્ટ નથી તો તમને 27 પ્રકારની બીમારી થઈ શકે છે. મનુષ્યને છોડીને દરેક જીવ, જંતુ, પક્ષી અને પ્રાણીઓ આ નિયમનું પાલન કરે છે. આપણે સૌથી ઊલટું કરીએ છીએ નાસ્તો ઓછો, તેનાથી વધુ બપોરનું જમવાનું અને તેનાથી પણ વધારે સાંજે જમવાનું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news