ગુજરાતમાં આ વર્ષે કેવો પડશે વરસાદ? દુષ્કાળની સંભાવના છે કે નહીં? આ મહિનાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

Gujarat Weather: ગુજરાતમાં આગામી 24 કલાક પછી તાપમાનમાં વધારો થશે. બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે. હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને ત્યારપછી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 24 કલાક પછી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું. તો સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 9.5 ડિગ્રી રહ્યું છે. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી વાતાવરણમાં અચાનક ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે. ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે. પવનની વધુ ગતિ રહેતાં આંબાનો મોર ખરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. જીરું અને ઉભા કૃષિ પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે.

1/8
image

Gujarat Weather Forecast : ગુજરાતમાં ગરમી હજી આવી નથી, પરંતુ જ્યારે પણ આવશે ત્યારે ભુક્કા બોલાવશે. ગુજરાતમાં ભીષણ ગરમી તોબા પોકારે છે. એપ્રિલ મહિનો આવે ત્યાં જ લોકો વરસાદ ક્યારે આવશે તેવું પૂછવા લાગે છે. ત્યારે 2024 ની વરસાદની આગાહી પણ અવા ગઈ છે. આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યાં છે. દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે, અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. 

2/8
image

ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના દિવસો આવી જશે. આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હજી તો ફેબ્રુઆરી મહિનો છે, પરંતું એપ્રિલ, મે અને જુન મહિનો ગુજરાત માટે આકરો બની રહે છે. આમાં ગરમીનો પારો એટલો વધી જતો હોય છે કે લોકો કાળઝાળ ગરમીમાં શેકાય છે. ત્યારે આ વર્ષે કેવી ગરમી રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 

3/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.

4/8
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.

5/8
image

તેમણે કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે.

6/8
image

એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. જુન-ઓગસ્ટથી લા નીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવનું કહેવું છે કે, જુન-જુલાઈ સુધીમાં લા નીનોની સ્થિતિ પેદા થશે, આ વર્ષે જો અલનીનો ન્યૂટ્રલમાં બદલાઈ જશે તો પણ ચોમાસું સારું જશે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારુ ચોમાસું જાય તેવી સંભાવના તેઓએ વ્યક્ત કરી છે. 

7/8
image

અમેરિકાની નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનએ ગયા અઠવાડિયે જણાવ્યું કે, એપ્રિલ-જૂન સુધીમાં અલ-નીનો ENSO-ન્યુટ્રલમાં બદલાવાની 79 ટકા સંભાવના છે. વધુમાં, જૂન-ઓગસ્ટ સુધીમાં લા નીનાના વિકાસની 55% 1 શક્યતા છે. યુરોપિયન યુનિયનની કોપરનિકસ 5 ક્લાઈમેટ ચેન્જ સર્વિસે પણ અલ- નીનોના નબળા પડવાની પુષ્ટિ કરી છે. IMDના વૈજ્ઞાનિક ડી શિવાનંદ પાઈએ કહ્યું કે, કેટલાક મોડલ લા નીનાનો સંકેત આપે છે. જ્યારે, કેટલાક ENSO-ન્યુટ્રલની આગાહી કરી રહ્યા છે. અલ-નીનો સમાપ્તની થવાની સંભાવના છે.

8/8
image

ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકશાનકારક હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે, સૂર્યનું રાશિ બ્રહ્મણ કુંભ રાશિમાં સાયન મીન રાશિમાં અને ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોતા માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે. જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે. ઉભા કૃષિ પાકો વળી જવાની શક્યતા છે. આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.