PHOTOS : લાલ કિલ્લા પર 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

ભારતમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે દર વર્ષે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવાની સાથે જ દેશને સંબોધન કરે છે અને દેશના ભવિષ્યની દિશાનું આલેખન કરતા હોય છે. 73મા સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 

નવી દિલ્હીઃ 73મા સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ઠેર-ઠેર ધ્વજવંદન કરીને દેશનો આઝાદી દિન ઉજવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર ત્રિરંગો લહેરાવીને સ્વતંત્ર દિવસ પર્વની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે લાલ કિલ્લા ખાથે વડાપ્રધાન નાના બાળકોને પણ મળ્યા હતા. (તમામ ફોટો સાભારઃ ANI)

નાના બાળકોને મળતા પીએમ મોદી

1/11
image

લાલ કિલ્લા ખાતે જેવા વડાપ્રધાન પહોંચ્યા કે તેમને બાળકોએ ઘેરી લીધા હતા. વડાપ્રધાન મોદી પણ સુરક્ષા ઘેરો તોડીને બાળકોની વચ્ચે પહોંચી ગયા હતા. 

રાષ્ટ્રધ્વજને સલામી

2/11
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. 

રાજનાથે કર્યું સ્વાગત

3/11
image

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા ખાતે દેશના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી સહિત સેનાની ત્રણેય પાંખના વડાએ સ્વાગત કર્યું હતું. 

વડાપ્રધાને લહેરાવ્યો ત્રિરંગો

4/11
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે લગભગ 92 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે બધા દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. તેમણે વીરોને નમન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે મારા માટે દેશનું ભવિષ્ય જ સર્વસ્વ છે, રાજકીય ભવિષ્ય કશું જ મહત્વનું નથી. પીએમ મોદીએ પોતાના ભાષણના અંતમાં 'જય હિંદ' અને 'ભારત માતા કી જય'ના ઉદઘોષથી કર્યો. 

ભારતને વૈશ્વિક સ્પર્ધામાં ઊભું કરવા આહ્વાન

5/11
image

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આ દરમિયાન જાહેરાત કરી કે દુનિયા ભારતને બજાર ગણે છે પરંતુ હવે આપણે પણ દુનિયા માટે તૈયાર રહેવું પડશે. દરેક જીલ્લામાં એક ખૂબી છે, જેને દુનિયામાં પ્રચારિત કરવી જોઇએ. દેશના ઉત્પાદનને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવો જરૂરી છે. 

ગાર્ડ ઓફ ઓનર

6/11
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરતાં પહેલા ગાર્ડ ઓફ ઓનર મેલવ્યું હતું. સેનાની ત્રણેય પાંખના જવાનોએ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. 

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

7/11
image

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી છે. ત્રણેય સેનાઓનો તાલમેલ વધારવા માટે હવે તેમના એક સેનાપતિ બનાવવામાં આવશે. જે 'ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ' (CDS) કહેવામાં આવશે. સેનાના ઇતિહાસમાં આ પદ પહેલીવાર બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ત્રણેય સેનાઓને એકસાથે ચાલવું પડશે. 

તમામ મોટા નેતાઓની હાજરી

8/11
image

લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતનું આખું મોદી મંત્રીમંડળ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. 

સ્કૂલના છાત્રોએ સર્જયું 'નયા ભારત'

9/11
image

લાલ કિલ્લા ખાતે દિલ્હીની 41 સરકારી સ્કૂલની 3500 છાત્રાઓ, 5 હજાર દર્શ અને 17 સ્કૂલના 700 એનસીસી કેડેટ પીએમ મોદીના ભાષણ સ્થળની સામે 'નયા ભારત' શબ્દોની રચના કરી હતી. સાથે જ 'એક્તામાં મજબુતી'ને તેઓએ રેખાંકિત કર્યું હતું. 

સ્કૂલના છાત્રો મોદીને મળવા દોડ્યા

10/11
image

વડાપ્રધાન મોદી જેવા ભાષણ આપીને નીચે ઉતર્યા કે સ્કૂલના બાળકોએ તેમને મળવા માટે દોટ મુકી હતી. 

સેનાની ત્રણેય પાંખના વડા

11/11
image

વડાપ્રધાન મોદીનું લાલ કિલ્લા ખાતે સેનાની ત્રણેય પાંખના વડાએ અભિવાદન કર્યું હતું.