આગામી વર્ષે તમારા પગારમાં મોટો ઘટાડો થશે, આવી રહ્યો છે નવો કાયદો

સરકારે ગત વર્ષે જ સંસદમાં વેજ કોડ પાસ કરાવ્યો હતો. જે આગામી ફાઈનાન્શિયલ વર્ષથી લાગુ થવાનો છે. તેની અસર પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા નાના મોટા તમામ કર્મચારીઓની સેલેરી પર પડશે

ઝી મીડિયા/બ્યૂરો :આગામી વર્ષે તમારા પગાર (Salary) માં મોટો ઘટાડો થવાનો છે. પરંતુ આ ઘટાડાથી તમારું રિટાયર્ડમેન્ટ સારુ બનશે. એપ્રિલ 2021 થી નવો વેતન નિયમ (New Wage Rule) લાગુ થવાનો છે. તેનાથી તમારા હાથમાં આવનારી સેલેરી, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટીમાં ફરક પડશે. શું ફરક પડશે તે સમજીએ... 

તમારી સેલેરી સ્લીપ બદલાઈ જશે

1/4
image

સરકારે ગત વર્ષે જ સંસદમાં વેજ કોડ પાસ કરાવ્યો હતો. જે આગામી ફાઈનાન્શિયલ વર્ષથી લાગુ થવાનો છે. તેની અસર પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા નાના મોટા તમામ કર્મચારીઓની સેલેરી પર પડશે.

ભથ્થા કુલ સેલેરીથી 50 ટકાથી વધુ નહિ

2/4
image

The Economic Times માં છપાયેલા ખબર અનુસાર, નવા નિયમના હિસાબથી કર્મચારીઓને મળનાર તમામ ભથ્થા જેમ કે ગ્રેજ્યુઈટી, પીએફ વગેરે કુલ સેલેરીથી 50 ટકાથી વધુ થઈ શક્તુ નથી. એટલે કે, કંપનીઓને એપ્રિલ 2021 થી કુલ સેલેરીમાં બેઝિક સેલેરીનો હિસ્સો 50 ટકા કે પછી તેનાથી વધુ રાખવાનો રહેશે. આ નવો વેજ રુલ આવ્યા બાદ સેલેરી સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ જોવા મળશે. આ નવા નિયમના કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન પણ થઈ શકે છે. 

ફાયદો તો રિટાયર્ડમેન્ટ બાદ જ થશે

3/4
image

આ નવા વેજ રુલ વિશે એક્સપર્ટસ કહે છે કે, તેનો ફાયદો રિટાયર્ડમેન્ટ બાદ જ માલૂમ પડશે. કેમ કે, નવા નિયમ અંતર્ગત ગ્રેજ્યુઈટીની રકમ વધી જશે. કેમ કે, ગ્રેજ્યુઈટી બેઝિક સેલેરીના હિસાબથી કેલક્યુલેટ કરવામાં આવે છે અને બેઝિક સેલેરી વધવાથી ગ્રેજ્યુઈટીની રકમ પણ વધશે. ગ્રેજ્યુઈટી ઉપરાંત કંપની અને કર્મચારી બંનેનું પીએફ યોગદાન વધી જશે. તેનાથી લાંબા સમયમા કર્મચારીની બચત પણ વધશે.

તમારા પગારમાં મોટો ઘટાડો થશે

4/4
image

નવા વેજ રુલના નિયમમાં નુકસાન એ થશે કે હાલ તમારી સેલેરી ઘટી જશે. તેનાથી સોથી વધુ ઝટકો ઊંચા પગારવાળા ઓફિસરોને થશે. જેમના પગારમાં 70 થી 80 ટકા હિસ્સો જ ભથ્થાનો હોય છે. તેનાથી કંપનીઓ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે. કેમ કે, ગ્રેજ્યુઈટિ અને પીએફ યોગદાન પહેલાથી વધી જશે.