રાશિફળ 15 ડિસેમ્બર : આ 5 રાશિઓનું નસીબ આજથી બદલાઈ રહ્યું છે, જીવનમાં આવશે મોટા પરિવર્તન

Dec 15, 2019, 09:04 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળી (Rashifal) ના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલ (Rashi bhavishya) ના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ (Today Horoscope) કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મેષ રાશિ

મેષ રાશિ

તમારા ક્ષેત્રમાં બીજા કરતા આગળ વધવામાં તમે ઘણા ઉત્સાહી થઇ શકો છો. તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, ઘર-પરિવારના લોકો સાથે ફોન પર કોન્ટેક્ટ રાખો. મહત્વપૂર્ણ મામલે સારી પ્રગતિ થવાની સંભાવના. પૈસા કામાવવાની તક મળી શકે છે. પાર્ટ ટાઇમ કામ પણ મળી શકે છે. રોમાન્સ અને સંબંધ મામલે સ્થિતિ પહેલા કરતા સારી થઇ શકે છે. શુભ કાર્યોમાં સામેલ થવાની તક મળી શકે છે.

2/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

કાયદાકિય મામલે સારા સમાચાર મળી શકે છે. મિત્રો સાથે કામકાજ માટે પ્લાનિંગ બની શકે છે. લોકો સાથે તાલમેલ બનાવો અને મુલાકાત પણ થઇ શકે છે. ગૌચર કુંડળીના કર્મ ભાગમાં ચંદ્ર હોવાથી તમને સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. તમારે કોઇ પ્રવાસ પણ કરવો પડી શકે છે. જૂના રાકાણતી ફાયદો થશે. આફિસમાં લોકો તમારી પ્રશંસા કરી શકે છે. પરિવાર અને સમાજમાં સન્માન મળી શકે છે. મોટા લોકો તમારાથી ખુશ થઇ શકે છે.

3/12

મિથુન રાશિ

મિથુન રાશિ

અચાનક ફાયદો થઇ શકે છે. ઘન લાભનો યોગ બની રહ્યો છે. તમારી મુલાકાત કોઇ એવા વ્યક્તિ સાથે થશે, જે તમારા વિચાર બદલવા પ્રેરિક કરી શકે છે. આજે તમારી ભાવનાઓ અને ટેન્શન સંપૂર્ણ રીતે બીજાને જણાવો. રોજિંદા કાર્ય પૂરા થઇ શકે છે. પાર્ટનરથી સહયોગ મળી શકે છે.

4/12

કર્ક રાશિ

કર્ક રાશિ

લેણ-દેણ અને બચતના મામલે આજે તમારે સિરીયસ રહેવું પડશે. તમારા માટે દિવસ સારો છે. ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન આપો. જીવનસાથીની સાથે મતભેદ દૂર કરવાનો પ્રયત્ન કરી શકો છો. તેમાં તેમને સફળતા મળશે. જીવનસાથીની ભાવનાઓ સમજવાનો પ્રયત્ન કરો. સંતાન સંબંધિત કોઇ સારા સમાચાર મળી શકે છે. માતા-પિતાની મદદ મળી શકે છે.

5/12

સિંહ રાશિ

સિંહ રાશિ

નવી તક આજે તમને મળી શકે છે. તમારી રાશિમાં ચંદ્ર રહેશે. નવી શરૂઆત કરવી પડશે. આત્મવિશ્વાસથી કામ કરો. નકારાત્મક વિચાર પર ધ્યાન ન આપો. મોટાભાગની સમસ્યાઓ સમય સાથે ઉકેલાઇ શકે છે. તમે ચિંતા ન કરો. તમને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસમાં કેટલાક ફેરફારનું મન બનાવી શકો છો. રાજકીય ક્ષેત્રમાં સમય સારો છે.

6/12

કન્યા રાશિ

કન્યા રાશિ

પૈસાના મામલે સમય પર મદદ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન માટે પ્રયત્ન કરી રહ્યાં છો તો તેનો પોઝિટીવ રિવ્યૂ મળી શકે છે. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થવાનો યોગ છે. નોકરી માટે નવી તક મળી શકે છે. પ્રેમ સંબંધ વધુ મજબૂત થઇ શકે છે. કોઇની મદદ કરવાની તક મળી શકે છે. તમે જેની જેટલી મદદ કરશો, ભવિષ્યમાં એટલી જ મદદ તમને મળશે. વૃદ્ધ સાથે થયેલી વાતચીત તમારા માટે ઘણી મદદગાર સાબીત થઇ શકે છે.

7/12

તુલા રાશિ

તુલા રાશિ

કરિયરમાં આગળ વધવા અને પૈસા કમાવવા માટે ઘણી યોજનાઓ બનાવી શકો છો. ઓફિસમાં કામ પણ વધારે રહેશે, પરંતુ તમે કામ વહેંચશો તો સરળતાથી કામ પૂર્ણ કરી શકો છો. પૈસા સાથે જોડાયેલા કેટલીક સારી તકો મળવાનો યોગ છે. પરિવારમાં કોઇ ખશીનો કાર્યક્રમ બની શકે છે. જેમાં તમે પણ સામેલ થઇ શકો છો. તમે ખુશ રહેશો. કારોબાર વધારવાના કામ થઇ શકે છે. બિઝનેસમાં સંતાનથી પણ તમને મદદ મળી શકે છે. વ્યવહારીક જીવન સુખ અને શાંતિથી પસાર થઇ શકે છે.

8/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

તમે તમારા કામ પર ખુબ જ ધ્યાન આપો. નોકરી અથવા બિઝનેસમાં ફાયદો થવાના કામનું ઓફર મળી શકે છે. નવી યોજનાઓ પર વિચાર કરવા અને તેના પણ કામ કરાવા માટે દિવસ સારો છે. જીવનસસાથીથી પણ મદદ મળી શકે છે. તમારુ સકારાત્મક વર્લણ લોકોને પસંદ આવશે. પૈસા કમાવવા માટે કોઇ નવી યોજના તમે બનાવી શકો છો. બીજાની મદદથી કોઇ મોટુ કામ પણ સમયથી પહેલા થઇ શકે છે. શૈક્ષણિક અને કાયદાકીય કામોમાં સફળતા મળી શકે છે.

9/12

ધન રાશિ

ધન રાશિ

કેટલાક નવા અનુભવ થઇ શકે છે. સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરો તેમાં સફળ થશો. તમારી વાત સ્પષ્ટ રીતે કહેવાનો પ્રયત્ન કરો. બીજાની વાત પણ તેજ રીતે સમજવાનો પ્રયત્ન કરો. દરેક વ્યક્તિ અને કામકાજથી કંઇક શીખવાનો પ્રયત્ન કરો. પારિવારિક સંબંધો મજબૂક કરવા માટે સારો સમય છે.

10/12

મકર રાશિ

મકર રાશિ

દિવસ સારો રહેશે. આજે તમે મોટાભાગની સમસ્યા ઉકેલલી શકશો. તમે સફળ થઇ શકો છો. પૈસાની સ્થિતિ પર ગંભીરતાથી ધ્યાન આપવું પડશે. કોઇ અટવાયેલી સ્થિતિમાં બીજા લોકો સાથે વાતચીક કરતા તમને તેનું સમાધાન મળી શકે છે. તમને પૈસાના ક્ષેત્રમાં નવી તક મળવાનો યોગ છે. કોઇપણ કામ સમજી-વિચારીને કરો. કોઇ કારણોસર તમને જૂની યાદો તાજા થઇ શકે છે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

તમને નવા બિઝનેસ, સોદા અને નવી નોકરીની બધી બાજુથી ઓફર મળી શકે છે. વિચારેલા કામ પૂર્ણ થવાનો યોગ બની રહ્યો છે. કોઇ ખાસ કામમાં નવી શરૂઆતનો સમય છે. તમારામાં ઉત્સાહ વધી શકે છે. તમને ધીરે ધીરે સફળતા મળશે. કેટલીક જૂની યોજનાઓ પર કામ થયું નથી તેના પર કામ શરૂ થઇ જશે. તમે કામમાં ધ્યાન આપો. આજે તમે તે જ કરતા રહેશો, જે તમારું મન કહેશે.

12/12

મીન રાશિ

મીન રાશિ

આજે કોઇ કામ ના ટાળો. બિઝનેસ અથવા નોકરીના ટાર્ગેટ પર સંપૂર્ણ ધ્યાન આપો. એકાગ્રતા સાથે કામ કરવાનો પ્રયત્ન કરો. નવા વ્યક્તિ સાથે મુલાકાત કે મિત્રતા બંધાશે. પરિવારના સભ્યોથી તમારા કામકાજ અને પ્લાનિંગને શેર કરી શકો છો. પરિવારના સભ્યોની સાથે સમય સારો પસાર થશે. પરિવારની મદદથી તમારી આર્થિક સમસ્યા દુર થઇ શકે છે. દિલ અને દિમાગ પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો.