Navratri 2021: આજે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું કરો પૂજન-અર્ચન, આ રીતે કરો માતાજીની આરાધના
આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું છે. ત્યારે આજે સાતમા નોરતે મહા સપ્તમી પર માતા દુર્ગાના સાતમા સ્વરૂપ કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે. આજે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. મા કાલરાત્રિ દુષ્ટોનો નાશ કરનાર છે. નવરાત્રિના સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજા કરાય છે. માતાનું સ્વરૂપ રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજે નવલી નવરાત્રિનું સાતમું નોરતું છે. ત્યારે આજે સાતમા નોરતે મહા સપ્તમી પર માતા દુર્ગાના સાતમા સ્વરૂપ કાળરાત્રિની પૂજા કરવામાં આવે છે. આજે નવદુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. મા કાલરાત્રિ દુષ્ટોનો નાશ કરનાર છે. નવરાત્રિના સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજા કરાય છે. માતાનું સ્વરૂપ રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરે છે. તંત્ર ક્રિયાની સાધના કરવા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે, માતા કાલરાત્રિની પૂજા કરનાર ભક્તો પર માતા રાણીની વિશેષ કૃપા રહે છે. આ દિવસે સાધકનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિત હોય છે. એટલે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ખૂલવા લાગે છે.
મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં ભયાનક છે. એવું પણ માનવામાં આવે છે. માનું આ ભયાનક સ્વરૂપ માત્ર પાપીઓનો નાશ કરવા માટે છે. પરંતુ પોતાના ભક્તો માટે માનું હ્યદય અત્યંત કોમળ છે. માતાજીના શરીરનો રંગ કાળો છે, અંધકારમય છે, માથાના વાાળ વિખરેલા છે, ગળામાં વિજળીની માળા પહેરેલી છે. તે એકદમ ચમકે છે. મા કાલરાત્રિનું વાહન ગધેડાનું છે. માતાજીના ચાર હાથમાં જમણા હાથે મા વરદાનની મુદ્રા છે તથા આશીર્વાદ માતાજી આપે છે. ડાબા હાથમાં લોઢાના કટાળુ છે તથા ઉપલા હાથમાં ખડગ છે એટલે કે કટાર છે.
આ રીતે કરો મા કાલરાત્રિની પૂજા પદ્ધતિ:
નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. સ્નાનાદિ કર્મ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. માતાને અક્ષત, ફૂલ, ધૂપ, ગંધક, ગોળ અને નૈવદ્ય વગેરે વિધિપૂર્વક અર્પણ કરવું. મા કાલરાત્રિને રાતરાણીના ફૂલો અર્પણ કરવા જોઈએ. આ સાથે માતાને લાલ રંગ પસંદ છે. પૂજા બાદ મા કાલરાત્રિના મંત્રનો જાપ કરવો જોઈએ.
પૂજન મંત્ર:
जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ते।।
કાળરાત્રિ ઉપાસના મંત્ર
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
जय त्वं देवि चामुण्डे जय भूतार्तिहारिणि।
जय सर्वगते देवि कालरात्रि नमोस्तु ते।।
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે