આ 5 દિગ્ગજ ખેલાડીઓ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા, આ ખેલાડીના રૂમમાંથી તો છોકરીઓ પકડાઈ હતી

અનેકવાર કેટલાક ક્રિકેટરો પોતાની હરકતોથી પોતાની તો છબી બગાડે છે પરંતુ સાથે સાથે પોતાના દેશ અને ક્રિકેટની આસ્થા પણ શર્મસાર કરે છે. આજે અમે તમને એવા 5 વિવાદ વિશે જણાવીશું જેણે ક્રિકેટરની છબીને તો ધબ્બો લગાવ્યો સાથે સાથે ક્રિકેટે પણ શર્મસાર થવાનો વારો આવ્યો. 

આ 5 દિગ્ગજ ખેલાડીઓ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા, આ ખેલાડીના રૂમમાંથી તો છોકરીઓ પકડાઈ હતી

ક્રિકેટની રમત દુનિયાભરમાં લોકપ્રિય છે. દુનિયામાં એવા અનેક ક્રિકેટરો છે જેમની ફેન ફોલોઈંગ તેમના દેશ ઉપરાંત અન્ય દેશોમાં પણ છે. પરંતુ ક્રિકેટમાં અનેકવાર સેક્સ સ્કેન્ડલ્સ પણ સામે આવી ચૂક્યા છે. જેમાં એવા એવા ખેલાડીઓના નામ સંકળાયેલા જોવા મળ્યા કે લોકો ચોંકી ગયા. 

ક્રિકેટ રમીને આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવવી અને પોતાના દેશનું નામ ઉજાળવું એ રીતે મેચ જીતવી તે દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ અનેકવાર કેટલાક ક્રિકેટરો પોતાની હરકતોથી પોતાની તો છબી બગાડે છે પરંતુ સાથે સાથે પોતાના દેશ અને ક્રિકેટની આસ્થા પણ શર્મસાર કરે છે. આજે અમે તમને એવા 5 વિવાદ વિશે જણાવીશું જેણે ક્રિકેટરની છબીને તો ધબ્બો લગાવ્યો સાથે સાથે ક્રિકેટે પણ શર્મસાર થવાનો વારો આવ્યો. 

ક્રિસ ગેઈલ
વેસ્ટ ઈન્ડિયાના તોફાની બેટ્સમેન ક્રિસ ગેઈલ સારી અને લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. 2015માં વર્લ્ડ કપ દરમિયાન ક્રિસ ગેઈલપર એક મસાજ થેરપિસ્ટે ગંભીર આરોપ લગાવ્યો હતો. તે મહિલાએ ક્રિસ ગેઈલ પર ટુવાલ ખોલીને પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવવાનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા કોર્ટ સુધી પહોંચી હતી અને પોતાના નિવેદનમાં તેણે કહ્યું હતું કે તે ચેન્જિંગ રૂમમાં કઈક શોધવા માટે ગઈ હતી ત્યારે અચાનક ગેઈલ તેની સામે આવી ગયો. ગેઈલે તેને પૂછ્યું કે શું શોધી રહી છે તો તેણે કહ્યું કે તે ટુવાલ શોધે છે. જેના પર ક્રિસ ગેઈલે પોતાનો ટુવાલ ખેંચ્યો અને ખોલી નાખ્યો હતો. મહિલાએ કહ્યું કે તેણે ગેઈલના પ્રાઈવેટ પાર્ટનો ઉપરનો  ભાગ જોયો અને માફી માંગતા નજર હટાવી લીધી હતી. ત્યારબાદ તે રડતી ત્યાંથી ભાગી ગઈ હતી. જો કે બાદમાં ક્રિસ ગેઈલના આ વિવાદને ક્લિન ચીટ મળી ગઈ હતી અને કોર્ટમાં કેસ જીતી ગયા હતા. 

શેન વોર્ન
ઓસ્ટ્રેલિયાના લેગ સ્પીનર રહી ચૂકેલો શેન વોર્ન પણ સેક્સ સ્કેન્ડલમાં ફસાયો હતો. શેન વોર્નને ક્રિકેટની દુનિયામાં સેક્સ સ્કેન્ડલ કિંગ તરીકે પણ ગણાવવામાં આવ્યો હતો. તેના પર આરોપ લાગ્યો હતો કે તેણે  બ્રિટિશ નર્સ ડોના રાઈટને આપત્તિજનક ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા. આ સિવાય વર્ષ 2006માં કાઉન્ટી ક્રિકેટમાં મિડલસેક્સ ટીમ વિરુદ્ધ મેચ પહેલા જ 2 મોડલ્સ સાથે શેન વોર્નની આપત્તિજનક તસવીર લીક થઈ હતી. જેના પર ખુબ હંગામો મચ્યો હતો. 

કેવિન પીટરસન
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનના સેક્સ સ્કેન્ડલની પણ ખુબ ચર્ચા થઈ હતી. તે ખુબ ઓછા સમય માટે સાઉથ આફ્રીકન ગર્લફ્રેન્ડ વેનેસા નિમ્મો સાથે રિલેશનશીપમાં રહ્યો હતો. વેનેસા નિમ્મોએ કેવિન પીટરસન પર આરોપ લગાવ્યો હતો કે એક મહિના સુધી ચાલેલા અફેરને માત્ર એક એસએમએસથી તોડી નાખ્યું હતું. પીટરસનની ગર્લફ્રેન્ડે તેના પર એ પણ આરોપ લગાવ્યો હતો કે ઈંગ્લેન્ડના આ ક્રિકેટરને આખો દિવસ સેક્સની ભૂખ રહેતી હતી અને તે હંમેશા તેના માટે દબાણ કરતો હતો. 

હર્શલ ગિબ્સ
સાઉથ આફ્રીકાના પૂર્વ ખેલાડી હર્શલ ગિબ્સે પોતાની બાયોગ્રાફી ટુ ધ પોઈન્ટમાં પોતાની સેક્સ લાઈફ અંગે અનેક ખુલાસા કર્યા હતા. તેણે  ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે વર્લ્ડ કપ 1999ની ગ્રુપ મેચમાં તેણે સદી ફટકારી હતી. આ સદી અંગે તેને પહેલેથી ખબર હતી કે તે સદી મારવા જઈ રહ્યો છે. કારણ કે હોટલમાં તેની બાજુમાં બિસ્તર પર એક છોકરીએ તેને પ્રેરિત કર્યો હતો. આ છોકરી તેના માટે લકી ચાર્મ હતી. 

શાહીદ આફ્રીદી
પાકિસ્તાન ક્રિકેટ  ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રીદી પણ આ યાદીમાં સામેલ છે. શાહીદ આફ્રીદી પોતાની  ક્રિકેટ કરિયરના શરૂઆતના દોરમાં જ વિવાદમાં ફસાયો હતો. તે કરાચીમાં એક હોટલના રૂમમાં છોકરીઓ સાથે પકડાયો હતો. શાહીદ આફ્રીદી ઉપરાંત તેના સાથી ખેલાડી અતીક ઉઝ ઝમાન અને હસન રજા પણ આ મામલે પકડાયા હતા. આ ક્રિકેટરોએ દાવો કર્યો હતો કે તે છોકરીઓ તેમના ઓટોગ્રાફ લેવા માટે આવી હતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તપાસ બાદ આ ત્રણ ખેલાડીઓ પર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2000માં રમવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news