2025 સુધી માયાવી ગ્રહની કૃપાથી આ 3 રાશિવાળા મોજ કરશે, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે

Rahu Gochar:  વર્ષ 2025ના મધ્ય સુધીમાં રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરતો રહેશે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ રાજકારણમાં સફળતા અને માન સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

2025 સુધી માયાવી ગ્રહની કૃપાથી આ 3 રાશિવાળા મોજ કરશે, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે

જ્યોતિષ શાસ્ત્રમાં જેને છાયા ગ્રહ કે માયાવી ગ્રહ ગણવામાં આવે છે તે રાહુ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં 15 મહિના જેટલો સમય લે છે. એટલે કે એક રાશિમાં બીજી રાશિમાં 15 મહિના બાદ રાશિ પરિવર્તન કરે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2025ના મધ્ય સુધીમાં રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરતો રહેશે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ રાજકારણમાં સફળતા અને માન સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મિથુન રાશિ
રાહુ ગોચર તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારા રાશિથી કર્મ ભાવ પર ગોચર કરી રહ્યો છે. જેના કારણે તમને કામકાજમાં સારી સફળતા મળી શકે છે. નોકરીયાતો અને વેપારીઓને સારો એવો લાભ થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ધન ભેગું કરવામાં પણ સફળતા મળશે. જો તમે વેપારી હોવ તો આ દરમિયાન સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. 

કર્ક રાશિ
રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે શુભ સિદ્ધ  થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી નવમા ભાવમાં થઈ રહ્યું છે. આથી તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. જેનો સારો એવો ફાયદો થશે. જે યુવાઓ રોજગારી શોધી રહ્યા છે તેમને શુભ સમાચાર મળશે. દેશ વિદેશનો પ્રવાસ કરી શકો છો. માંગલિક અને ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. 

મીન રાશિ
રાહુ ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં થઈ રહ્યો છે. આ સમયગાળામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. કૌટુંબિક જીવન સારું રહેશે અને તમામ સભ્યોની ઉન્નતિ થશે. જેને જોઈને મન પ્રસન્ન થશે. આ સમય દરમિયાન વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સાથે તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. નવી પ્રોપર્ટી ખરીદવામાં સફળતા મળશે. ભૌતિક સુખ મળશે. પરિણીતોનું લગ્ન જીવન શાનદાર રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news