વિશ્વ ચેમ્પિયનશિપઃ ઈતિહાસ રચ્યા બાદ ભાવુક થઈ એશેર સ્મિથ

દિના એશેર સ્મિથે બુધવારે અહીં વિશ્વ ચેમ્પિયનશિપની 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને બ્રિટનના 36 વર્ષના દુકાળનો અંત લાવ્યો, જ્યારે અમેરિકાની ગ્રાન્ટ હોલોવેએ 110 મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 

વિશ્વ ચેમ્પિયનશિપઃ ઈતિહાસ રચ્યા બાદ ભાવુક થઈ એશેર સ્મિથ

દોહાઃ દિના એશેર સ્મિથે બુધવારે અહીં વિશ્વ ચેમ્પિયનશિપની 200 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને બ્રિટનના 36 વર્ષના દુકાળનો અંત લાવ્યો, જ્યારે અમેરિકાની ગ્રાન્ટ હોલોવેએ 110 મીટર વિઘ્ન દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશેર સ્મિથે 100 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો, તેણે 200 મીટરમાં દબદબો બનાવતા 21.88 સેકન્ડની સાથે પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું.

આ રીતે 23 વર્ષની એશેર સ્મિથ વિશ્વ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 100 મીટર કે 200 મીટરમાં ગોલ્ડ જીતનારી બ્રિટનની પ્રથમ મહિલા એથલીટ બની ગઈ છે. અમેરિકાની બ્રિટની બ્રાઉને 22.22 સેકન્ડના સમય સાથે બીજુ અને સ્વિટ્ઝર્લેન્ડની મુજીંગા કામ્બુદ્જીએ 22.51 સેકન્ડની સાથે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. 

— Team GB (@TeamGB) October 2, 2019

ઇંગ્લિશ એથલીટે જ્યારે રેસ પૂરી કરી તો તે ભાવુક થઈ ગઈ હતી. ટ્રેક પર અન્ય એથલીટોને ગળે મળતા સમયે તેને આંસુ લૂછતા જોઈ શકાતી હતી. ત્યારબાદ તે દેશનો ધ્વજ લઈને પોતાની માતા પાસે પહોંચી ત્યારે તેની આંખમાંથી આંસુ નિકળી રહ્યાં હતા. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

— Francis Keogh (@HonestFrank) October 2, 2019

હોલોવેએ 110 મીટર વિઘ્ન દોડની ફાઇનલમાં 13.10 સેકન્ડનો સમય કાઢીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઓલિમ્પિક અને હાલ વિશ્વ ચેમ્પિયન ઓમર મૈકલિયોડ અંતમાં હોલેવની નજીક પહોંચી રહી હતી, પરંતુ તે છેલ્લા સમયે બેરિયર પર પડી ગઈ હતી. વર્ષ 2015ની વિશ્વ ચેમ્પિયન સરગે શુબેંકોવે 13.15 સેકન્ડની સાથે સિલ્વર મેડલ જીત્યો અને ફ્રાન્સની પાસ્કલ માર્ટિનોટ લાગાર્ડે 13.18 સેકન્ડની સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news