Aus open 2020: 3 કલાક 38 મિનિટની મહેનત બાદ નડાલે કિર્ગિયોસને હરાવ્યો, ક્વાર્ટરમાં કરી એન્ટ્રી
સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલે જીત માટે 3 કલાક 38 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કિર્ગિયોસે નડાલને આ મેચમાં મુશ્કેલીમાં મુકી દીધો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ વિશ્વનો નંબર-1 ટેનિસ ખેલાડી સ્પેનનો રાફેલ નડાલ વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. નડાલે 12મી વખત આ ટૂર્નામેન્ટના અંતિમ-8માં જગ્યા બનાવી છે. પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના ટેનિસ સ્ટારે ઓસ્ટ્રેલિયાના લોકલ બોય નિક કિર્ગિયોસને 6-3 3-6 7-6(6) 7-6(4)થી પરાજય આપ્યો હતો. તો અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી સીડ ડોમિનિક શિએમે ફ્રાન્સના ગેલ મોન્ફિલ્સને 6-2, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. અન્ય એક મેચમાં સ્ટાન વાવરિંકાએ રૂસના ડેનિલમેદવેદેવને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 6-2, 2-6, 4-6, 7-6, 6-2થી પરાજય આપ્યો હતો.
સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલે જીત માટે 3 કલાક 38 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કિર્ગિયોસે નડાલને આ મેચમાં મુશ્કેલીમાં મુકી દીધો હતો. રોમાંચક મેચમાં કિર્ગિયાસે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે. લોકલ ખેલાડી કિર્ગિયાસે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડતા નડાલને ટક્કર આપી હતી.
નડાલ-કિર્ગિયાસ વચ્ચે રોમાંચક ટક્કર
પ્રથમ સેટ આસાનીથી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી કિર્ગિયોસે નડાલ પર પલટવાર કર્યો અને તેને પોતાના અંદાજમાં માત આપી હતી. નડાલે પ્રથમ સેટ 6-3થી જીત્યો હતો તો કિર્ગિયોસે બીજો સેટ 6-3થી પોતાના નામે કર્યો હતો.
They don't call him the world No.1 for nothing ☝️🇪🇸
After 3 hours and 38 minutes @RafaelNadal def. Nick Kyrgios 6-3 3-6 7-6(6) 7-6(4) to advance to his 12th #AusOpen quarterfinal.#AO2020 pic.twitter.com/a14tlkZWKt
— #AusOpen (@AustralianOpen) January 27, 2020
ટાઈ બ્રેકરમાં થયો મેચનો નિર્ણય
પ્રથમ બે સેટ બાદ બંન્ને ખેલાડી બરોબરી પર હતા ત્યારબાદ ત્રીજા સેટમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. નડાલને મુશ્કેલીમાં મુક્યા બાદ આખરે ટાઈ બ્રેકરમાં 7-6 (6)થી કિર્ગિયોસને હાર મળી હતી. ચોથા સેટમાં પણ ટક્કર થઈ અને તેનો નિર્ણય પણ ટાઈ બ્રેકર દ્વારા થયો હતો. ચોથા સેટમાં નડાલે 7-6 (4)થી જીત મેળવી અને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.
ક્વાર્ટર ફાઇનલની લાઇન અપ
ઓસ્ટ્રેલિયન ઓપન 2020ના ક્વાર્ટર ફાઇનલના પ્રથમ મુકાબલામાં 28 જાન્યુઆરીએ ટી સાન્ડગ્રેન અને રોજર ફેડરર ટકરાશે, જ્યારે બીજા ક્વાર્ટર ફાઇનલમાં નોવાક જોકોવિચની ટક્કર એમ. રાઓનિક સામે થશે. 29 જાન્યુઆરીએ સ્ટાન વાવરિંકાનો મુકાબલો જ્વેરેવ સામે થવાનો છે તો અન્ય ક્વાર્ટર ફાઇનલમાં રાફેલ નડાલની સામે ડેમોનિક થિમ હશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે