Australia મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, સતત 22 વનડે મેચ જીતવાનો બનાવ્યો નવો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ન્યૂઝીલેન્ડને છ વિકેટે પરાજય આપી સતત 22મી મેચ જીતી રિકી પોન્ટિંગની આગેવાનીવાળી પોતાના દેશની પુરૂષ ટીમનો રેકોર્ડ તોડી દીધો છે. 

Australia મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, સતત 22 વનડે મેચ જીતવાનો બનાવ્યો નવો રેકોર્ડ

માઉન્ટ માઉંગાનુઈઃ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ (Australia women cricket team) એ રવિવારે ન્યૂઝીલેન્ડને છ વિકેટે હરાવી સતત 22 મેચ જીતી રિકી પોન્ટિંગની આગેવાનીવાળી પોતાના દેશની પુરૂષ ટીમનો રેકોર્ડ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ઓક્ટોબર 2017થી કોઈ વનડે આંતરરાષ્ટ્રીય મેચ ગુમાવી નથી. 

હકીકતમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 2003માં બનાવેલા પોતાના દેશની પુરૂષ ટીમના સતત સર્વાધિક વનડે આંતરરાષ્ટ્રીય મેચો (21) માં જીતના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગે ત્રણ મેચોની સિરીઝની પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પછી મેચની સર્વશ્રેષ્ઠ ખેલાડી મેગન શુટે ચાર વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડને 212 રને સમેટી દીધુ હતું. 

Congratulations on a new world record, @AusWomenCricket! 🥳 pic.twitter.com/Hx8obWYiUW

— ICC (@ICC) April 4, 2021

ઓસ્ટ્રેલિયાએ ત્યારબાદ એલિસા હીલી (65), એલિસ પેરી (અણનમ 56) અને એશલે ગાર્ડનર (અણનમ 53) ની અડધી સદીની મદદથી 69 બોલ બાકી રહેતા છ વિકેટે જીત મેળવી હતી. 

vs India 3-0
vs Pakistan 3-0
vs New Zealand 3-0
vs England 3-0
vs West Indies 3-0
vs Sri Lanka 3-0
vs New Zealand 3-0
vs New Zealand 1-0@AusWomenCricket | #NZvAUS pic.twitter.com/rcF3ta7Eyl

— cricket.com.au (@cricketcomau) April 4, 2021

હાલની વિશ્વ ચેમ્પિયન ટીમે આ રીતે સતત 22મી જીતની સાથે પોન્ટિંગની 2003ની ટીમની સતત 21 જીતના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. 

મેગ લેનિંગે મેચ બાદ કહ્યું, આ લાંબા સમય સુધી ટીમની શાનદાર સિદ્ધિ છે. અમે આ જીત ત્રણ વર્ષમાં મેળવી છે દર્શાવે છે કે આ ફોર્મેટમાં અમારી ટીમના પ્રદર્શનમાં કેટલું સાતત્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news