World Cup 2023: ઈંગ્લેન્ડની ટીમ જાહેર, વનડે ક્રિકેટમાં બેન સ્ટોક્સની વાપસી, પરત લીધો સંન્યાસનો નિર્ણય

World Cup 2023: વનડે વિશ્વકપ પહેલા ઈંગ્લેન્ડને સારા સમાચાર મળી ગયા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત ખેંચી છે. તેને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વનડે સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે. 
 

World Cup 2023: ઈંગ્લેન્ડની ટીમ જાહેર, વનડે ક્રિકેટમાં બેન સ્ટોક્સની વાપસી, પરત લીધો સંન્યાસનો નિર્ણય

નવી દિલ્હીઃ Ben Stokes Unretires From ODIs: વનડે વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યુ છે. વનડે વિશ્વકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન સ્ટોક્સે વિશ્વકપમાં ભાગ લેવા માટે વનડેમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. 

વનડે વિશ્વકપ માટે નિવૃત્તિ પાછી ખેંચી
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને વિશ્વના શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વનડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઈંગ્લેન્ડને ભારતમાં આ વર્ષે રમાનાર વિશ્વકપમાં મદદ કરશે. સ્ટોક્સે પાછલા વર્ષે વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઓલરાઉન્ડર મેગા-ઈવેન્ટની 2019 ની સીઝનમાં ઈંગ્લેન્ડ માટે મુખ્ય ખેલાડીઓમાંથી એક હતો. સ્ટોક્સે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી. 

બેન સ્ટોક્સનું વનડે કરિયર
બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી રમેલી 105 વનડે મેચમાં 38.99ની એવરેજ અને 95.09ની સ્ટ્રાઇક રેટથી 2924 રન બનાવ્યા છે. તેણે વનડે ક્રિકેટમાં ત્રણ સદી અને 21 અડધી સદી ફટકારી છે. 

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કુરેન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ અને ક્રિસ વોક્સ.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટી20 ટીમઃ જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેયરસ્ટો, હેરી બ્રુક, સેમ કુરેન, બેન ડકેટ, વિલ જેક્સ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જોશ ટોંગ, જોન ટર્નર અને લ્યુક વૂડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news