Ranji Trophy Tournament: આંધ્ર સામે ડ્રો રમીને સૌરાષ્ટ્ર સેમિફાઇનલમાં, હવે ગુજરાત સામે ટક્કર

રણજી ટ્રોફી સિઝન 2019-20માં શાનદાર પ્રદર્શન કરતા સૌરાષ્ટ્રની ટીમે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલ મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રે આંધ્ર પ્રદેશ સામે પ્રથમ ઈનિંગની લીડના આધારે સેમિમાં પ્રવેશ કર્યો હતો. 

Ranji Trophy Tournament: આંધ્ર સામે ડ્રો રમીને સૌરાષ્ટ્ર સેમિફાઇનલમાં, હવે ગુજરાત સામે ટક્કર

નવી દિલ્હીઃ Ranji Trophy Tournament: રણજી ટ્રોફી-2019-2020ની સિઝન માટે સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર થઈ ગઈ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કર્ણાટક અને બંગાળની ટીમોએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 29 ફેબ્રુઆરીથી સેમિફાઇનલ મુકાબલાની શરૂઆત થવાની છે. જેમાં ગુજરાતની ટીમનો સામનો સૌરાષ્ટ્ર સામે તથા બંગાળની ટીમ કર્ણાટક સામે ટકરાશે. 

ફરી તૂટ્યું જમ્મૂ-કાશ્મીરનું સપનું
કર્ણાટકે સોમવારે જમ્મૂ-કાશ્મીરને 167 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પોતાની પ્રથમ ઈનિંગમાં 203 રન પર ઓલઆઉટ થયા બાદ કર્ણાટકે જમ્મૂ-કાશ્મીરને પ્રથમ દાવમાં માત્ર 192 રનમાં ઓલઆઉટ કરી 14 રનની લીડ મેળવી હતી. કર્ણાટકે ત્યારબાદ પોતાની બીજી ઈનિંગમાં 3016 રન બનાવી જમ્મૂ-કાશ્મીરને જીત માટે 331 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જમ્મૂ-કાશ્મીરની ટીમ 44.4 ઓવરમાં 163 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ અને તેણે 167 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જમ્મૂ-કાશ્મીર માટે બીજી ઈનિંગમાં શુભમ પંડીરે 31, શુભમ ખજૂરિયાએ 30, આકિબ નબીએ 26 અને ઉમર નાજિર મીરે 24 રનનું યોગદાન આપ્યું હતું. કર્ણાટક માટે કૃષ્ણપ્પા ગૌતમે સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી. 

ઓડિશા સામે ડ્રો રમીને સેમિફાઇનલમાં પહોંચ્યું બંગાળ
બંગાળે ક્વાર્ટર ફાઇનલ મેચમાં પાંચમાં દિવસે બંગાળે પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા હતા અને ઓડિશાને પ્રથમ દાવમાં 250 રને ઓલઆઉટ કરીને 82 રનની લીડ મેળવી હતી. બંગાળે ત્યારબાદ બીજી ઈનિંગમાં 373 રનનો સ્કોર બનાવ્યો અને ઓડિશાની સામે જીત માટે 456 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. ઓડિશાની ટીમે આ લક્ષ્યના જવાબમાં 10 ઓવરમાં વિના વિકેટે 40 રન બનાવી લીધા હતા પરંતુ ત્યારબાદ ખરાબ પ્રકાશને કારણે રમત રોકવામાં આવી હતી. ત્યારબાદ મેચ ફરી શરૂ ન થતાં પ્રથમ ઈનિંગની લીડના આધારે બંગાળે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

સૌરાષ્ટ્ર પહોંચ્યું સેમિફાઇનલમાં
સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે અંગોલામાં ક્વાર્ટર ફાઇનલના અંતિમ દિવસે આંધ્ર સાથે ડ્રો રમવા છતાં સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સૌરાષ્ટ્રે પ્રથમ ઈનિંગમાં 419 રન બનાવ્યા અને ત્યારબાદ આંધ્ર પ્રદેશને માત્ર 136 રનમાં ઓલઆઉટ કરી 283 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રએ બીજી ઈનિંહમાં 426 રન બનાવ્યા અને આંધ્ર પ્રદેશને જીત માટે 710 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આંધ્રએ તેના જવાબમાં 35 ઓવરમાં 4 વિકેટ પર 149 રન બનાવી લીધા હતા અને તેને જીત માટે 561 રનની જરૂર હતી. ત્યારબાદ બંન્ને કેપ્ટને મેચ ડ્રો કરવાનો નિર્ણય લીધો હતો. 

સેમિફાઇનલ મુકાબલા
- 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ, ગુજરાત વિરુદ્ધ સૌરાષ્ટ્ર, રાજકોટ
- 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ, બંગાળ વિરુદ્ધ કર્ણાટર, કોલકત્તા

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news