Champions Trophy 2025 પાકિસ્તાનમાં નહીં રમાય! આ દેશ કરી શકે છે હોસ્ટિંગ

Champions Trophy 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે.

Champions Trophy 2025 પાકિસ્તાનમાં નહીં રમાય! આ દેશ કરી શકે છે હોસ્ટિંગ

ICC Champions Trophy 2025: પાકિસ્તાનમાં બે દાયકાથી વધુ સમયથી ICC ટૂર્નામેન્ટની મેચો રમાઈ નથી. છેલ્લી વખત 1996 વર્લ્ડ કપની મેચ પાકિસ્તાનમાં રમાઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષ 2021માં જાહેરાત કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં રમાશે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને આ સમાચાર બિલકુલ પચશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICC 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને પણ શિફ્ટ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે પાકિસ્તાનમાં આયોજિત થનારી એશિયા કપની યજમાનીને લઈને થયેલો હોબાળો તેનું કારણ છે. પાકિસ્તાનને બદલે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સંયુક્ત રીતે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને આપવામાં આવી શકે છે. જો કે, હોસ્ટિંગ છીનવી લેવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જે પણ નુકસાન થશે, ICC તેની ભરપાઈ કરશે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ગયા વર્ષે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે 2024માં યોજાનારા T20 વર્લ્ડ કપનું આયોજન સંયુક્ત રીતે યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં આ મેગા ટૂર્નામેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજી તૈયાર નથી. આવી સ્થિતિમાં ICC ઇંગ્લેન્ડને T20 વર્લ્ડ કપની યજમાની કરવા માટે વિનંતી કરી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકાને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે એક વર્ષનો સમય મળશે.

જો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ જાય છે, તો તે તેમના માટે બેવડો ફટકો હશે. તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023 સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની યજમાનીમાં રમાવાનો છે. પરંતુ ભારતે પહેલા જ ના પાડી દીધી હતી. સાથે જ પાકિસ્તાન પાસેથી એશિયા કપ 2023ની યજમાની છીનવાઈ જવાનો પણ ખતરો છે.

આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news