પ્લેઓફ સ્થળ, નવા પ્રાયોજકો માટે ટેન્ડર હશે સીઓએની બેઠકનો એજન્ડા
આઈપીએલના પ્લેઓફ અને નવા સ્પોન્સર્સ માટે સીઓએની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈપીએલ પ્લેઓફ માટે મેચ સ્થળોને અંતિમ રૂપ આપવા તથા વિભિન્ન પ્રાયોજકો અને સેવાઓ માટે નવા ટેન્ડરના પર નિર્ણયો પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની સોમવારે અહીં યોજાનારી બેઠકમાં લેવામાં આવશે.
બીસીસીઆઈના ત્રણ પદાધિકારી કાર્યવાહક અધ્યક્ષ સી કે ખન્ના, કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી અને કોષાધ્યક્ષ અનિરૂદ્ધ ચૌધરી પણ તેમાં સામેલ થશે. બેઠકના એજન્ડામાં આઈપીએલ પ્લેઓફના મેચ સ્થળો પર નિર્ણય લેવામાં આવશે. સૂત્રો પ્રમાણે ચેન્નઈ અને હૈદરાબાદમાં પ્લેઓફ અને એલિમિનેટર કરાવવા જ્યારે મુંબઈમાં ફાઇનલ યોજવા પર ચર્ચા ચાલી રહી છે. આ સિવાય અન્ય કેટલાક મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે.
બીસીસીઆઈનો પેટીએમની સાથે તમામ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મેચો (ભારતમાં)નો પ્રાયોજન કરાર સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ સિવાય તેનો પોતાની પીઆર કંપનીની સાથે પણ કરાર સમાપ્ત થઈ રહ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શર્ત પર કહ્યું, નિયમો અનુસાર ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. મહિલાઓના મિની આઈપીએલના સંચાલનને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે