ઋષભ પંતથી મને કોઇ ખતરો નથી અને ના મારી કોઇ સ્પર્ધા છે: રિધ્ધિમાન સહા

ટીમ ઇન્ડિયામાંથી ઇજાને કારણે બહાર થયેલ રિધ્ધિમાન સહા હવે ટીમમાં સ્થાન પરત મેળવવા માટે પરસેવો પાડી રહ્યા છે. ખભાની ઇજાને લીધે બહાર થતાં એને સ્થાને ઋષભ પંતે એન્ટ્રી મારી હતી. જોકે પંતના સારા ફોર્મથી હવે સહા માટે પરત ફરવું કઠીન બન્યું છે. પરંતુ રિધ્ધિમાન સહા આ બાબતે જરાય ચિંતિત નથી અને તેણે કહ્યું કે હવે મારૂ લક્ષ્ય ફોર્મમાં પરત આવી ભારતીય ટીમમાં પરત ફરવાનું છે. મને પંતથી કોઇ ખતરો નથી. 

ઋષભ પંતથી મને કોઇ ખતરો નથી અને ના મારી કોઇ સ્પર્ધા છે: રિધ્ધિમાન સહા

કોલકત્તા : ઋષભ પંતના ભારતના મુખ્ય ટેસ્ટ વિકેટકિપર બનવા તરફ આગળ વધી રહેલા કદમથી રિધ્ધિમાન સહાને સહેજ પણ અસુરક્ષિત નથી. તે માને છે કે પંતથી મને કોઇ ખતરો નથી અને મારી કોઇ સ્પર્ધા નથી. ભારતના બહેતરીન વિકેટકિપર સહાએ ગત વર્ષે ખભાની સર્જરીને કારણે ક્રિકેટ ટીમમાંથી બહાર આવવું પડ્યું હતું. 

ઇજાને કારણે સહા ટીમ ઇન્ડિયામાંથી બહાર આવ્યો અને ઋષભ પંતને સ્થાન મળ્યું તો પંતે આ દરમિયાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સદી ફટકારી પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. 

સહાને આ અંગે પુછવામાં આવ્યું કે ઘણા લાંબા સમયથી તે ટીમની બહાર છે અને હવે જ્યારે પરત ફરવા ઇચ્છે છે તો શું એ પોતાને પંતથી અસુરક્ષિત માને છે? સવાલના જવાબમાં સહાએ કહ્યું કે, બિલકુલ નહીં, હું પોતાની જાતને ક્યારેય અસુરક્ષિત અનુભવતો નથી. ખેલાડી હોવાને નાતે, દરેક ક્ષણે ઇજાગ્રસ્ત થવાનો ભય સતાવતો જ રહે છે. હાલમાં લક્ષ્ય બધી રીતે ફિટ થવામાં શાનદાર ફોર્મ સાથે પરત ફરવા માટેનું જ છે. 

સહાએ 11 મુશ્તાક અલી ટ્રોફી મેચોમાં 306 રન બનાવ્યા હતા. તે 32 ટેસ્ટમાં 30.36ની સરેરાશથી ત્રણ સદી સાથે 1164 રન બનાવી ચૂક્યો છે. જોકે ક્રિકેટ એક્સપર્ટનું માનીએ તો પંતની બેટીંગ અને ફોર્મ જોતાં સહાનું ટીમમાં પરત ફરવું કઠીન લાગી રહ્યું છે. પરંતુ આ બાબતોથી સહા જરા પણ ચિંતિત નથી. તેણે કહ્યું કે, હું ઇજાને કારણે બહાર હતો. ઋષભે આ તકનો ફાયદો ઉઠાવ્યો છે અને સતત સારી બેટીંગ બતાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news