ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ, અન્ય ત્રણ ખેલાડી પણ સામેલ


ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ક્રિકેટર સચિન તેંડુલકર હતા, જેમને 1997-1998મા આ એવોર્ડ મળ્યો હતો.

ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ, અન્ય ત્રણ ખેલાડી પણ સામેલ

નવી દિલ્હીઃ ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) તે ચાર ખેલાડીઓમાં સામેલ છે, જેને ભારતના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર (Rajiv Gandhi Khel Ratna Award) માટે પસંદ કરવામાં આવ્યો છે. 

પુરસ્કાર સમિતિએ રોહિત શર્માની સાથે એશિયન ખેલ ગોલ્ડ મેડલ વિજેતા રેસલર વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મારિયાપ્પન થંગાવેલૂના નામની ભલામણ કરી છે. 

— Press Trust of India (@PTI_News) August 18, 2020

રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, દ્વોણાચાર્ય એવોર્ડ અને ધ્યાનચંદ એવોર્ડ સામેલ છે, જે દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ આપે છે. 

Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર

ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ ક્રિકેટર સચિન તેંડુલકર હતા, જેમને 1997-1998મા આ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ એમએસ ધોનીને 2007મા અને 2018મા વિરાટ કોહલીને ખેલ રત્ન મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news