ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં ફેરફાર, હવે આ ખેલાડી આવશે ભારતના પ્રવાસે

 ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે એરોન ફિન્સની આગેવાની વાળી વનડે ટીમમાં ઈજાગ્રસ્ત બોલર સીન એબોટના સ્થાને ડાર્સી શોર્ટને સામેલ કર્યો છે. 
 

ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં ફેરફાર, હવે આ ખેલાડી આવશે ભારતના પ્રવાસે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે એરોન ફિન્સની આગેવાની વાળી વનડે ટીમમાં ઈજાગ્રસ્ત બોલર સીન એબોટના સ્થાને ડાર્સી શોર્ટને સામેલ કર્યો છે. બિગ બેશ લીગમાં ઈજાગ્રસ્ત થયા બાદ એબોટ બહાર થઈ ગયો છે. તે સાઇટ સ્ટ્રેનને કારણે ચાર સપ્તાહ મેદાનથી દૂર રહેશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસની શરૂઆત મુંબઈમાં 14 જાન્યુઆરીએ રમાનારી સિરીઝની પ્રથમ વનડે મેચથી કરશે. બીજી અને ત્રીજી વનડે ક્રમશઃ 17 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ રાજકોટ અને બેંગલુરૂમાં રમાશે. 

ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે પહેલાથી જ પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને કેન રિચર્ડસન સામેલ છે, તેવામાં સીન એબોટના સ્થાને ડાર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે. 

— cricket.com.au (@cricketcomau) December 30, 2019

29 વર્ષનો ડાર્સી શોર્ટ ટોપ ક્રમનો બેટ્સમેન છે અને તે ચાઇનામેન બોલિંગ પણ કરે છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધી 4 વનડે અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. 

ઓસ્ટ્રેલિયન ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, પીટર હૈંડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, માર્નસ લાબુશેન, કેન રિચર્ડસન, ડાર્સી શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news