આલોચનાઓ છતાં માર્ચમાં ચાર દિવસીય ટેસ્ટના પ્રસ્તાવ પર ચર્ચા કરશે આઈસીસી

ચાર દિવસીય ટેસ્ટ મેચના પ્રસ્તાવને લઈને વધુ સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી નથી. સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને ગૌતમ ગંભીર જેવા પૂર્વ ખેલાડી તેનાથી અસહમત છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યો છે.

આલોચનાઓ છતાં માર્ચમાં ચાર દિવસીય ટેસ્ટના પ્રસ્તાવ પર ચર્ચા કરશે આઈસીસી

ઈન્દોરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત વિશ્વના ઘણા ટોચના ખેલાડીઓની આલોચના છતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની ક્રિકેટ સમિતિ માર્ચમાં ચાર દિવસીય ટેસ્ટના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. રમતની સંચાલન સંસ્થાની ક્રિકેટ સમિતિના પ્રમુખ પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ જણાવ્યું કે, 27થી 31 માર્ચ સુધી દુબઈમાં યોજાનારી આઈસીસીની આગામી રાઉન્ડની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. 

કુંબલેએ કહ્યું, 'હું સમિતિમાં છું તેથી હું અત્યારે તમને ન જણાવી શકું કે તેના વિશે મારા વિચાર શું છે. અમે બેઠકમાં ચર્ચા કરીશું અને પછી જણાવીશું.' એન્ડ્રૂ સ્ટ્રોસ, રાહુલ દ્રવિડ, માહેલા જયવર્ધને અને શોન પોલોક જેવા પૂર્વ ખેલાડી પણ ક્રિકેટ સમિતિમાં સામેલ છે. આ પ્રસ્તાવ 2023થી 2031 સત્ર માટે રાખવામાં આવ્યો છે પરંતુ રમતના ઘણા મહાન ખેલાડીઓએ તેની ટીકા કરી જેમાં વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ પણ સામેલ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનું બોર્ડ આ પ્રસ્તાવ પર ચર્ચા માટે તૈયાર છે જ્યારે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આ વિશે વાત કરવી હજુ ઉતાવળ ગણાશે. 

ગુવાહાટીમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચની પૂર્વે કોહલીએ આ મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. કોહલીએ કહ્યું હતું, 'મારા મતે તેમાં કોઈ છેડછાડ ન કરવી જોઈએ. જેમ મેં કહ્યું કે, ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટના વ્યાવસાયીકરણ તરફ વધુ એક પગલું છે. તે માટે રોમાંચ પેદા કરવો અલગ વાત છે, પરંતુ તેમાં છેડછાડ ન કરવી જોઈએ.'

તેમણે કહ્યું, 'તમે માત્ર દર્શકોની સંખ્યા, મનોરંજન અને આવી કેટલિક બીજી વાત કરી રહ્યાં છો. મને લાગે છે કે પછી તમારો ઇરાદો યોગ્ય નહીં હોય કારણ કે પછી ત્રણ દિવસીય ટેસ્ટની વાત કરશો. મારો મતલબ છે કે આ બધુ ક્યાં પૂરુ થશે. પછી તમે કહેશો કે ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ રહ્યું છે.'

મલેશિયા માસ્ટર્સની સાથે 2020ની સારી શરૂઆત કરવા ઉતરશે સિંધુ એન્ડ કંપની  

ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને પણ આ પ્રસ્તાવને બકવાસ ગણાવ્યો હતો, જ્યારે પોન્ટિંગ પણ ચાર દિવસીય ટેસ્ટના પક્ષમાં નથી. પરંતુ કેટલાક ખેલાડી ચાર દિવસીય ટેસ્ટના પક્ષમાં પણ છે, જેમાં શેન વોર્ન, માર્ક ટેલર અને માઇકલ વોન સામેલ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news