દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવા પર અમિત શાહે આપ્યું આ નિવેદન

ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પર ચૂંટણી પંચનો આભાર માન્યો છે. 

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવા પર અમિત શાહે આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહે (amit shah) દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની (Delhi Assembly Elections 2020) જાહેરાત  પર ચૂંટણી પંચનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'આજે ચૂંટણી પંચ દ્વારા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. આ ચૂંટણી આપણી દિલ્હીને વિકાસમાં અગ્રણી બનાવવાનો પાયો રાખવાનું કામ કરશે. હું આશા કરુ છું કે દિલ્હીની જનતા વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી એક નવો કીર્તિમાન બનાવશે.'

શાહે કહ્યું, 'મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકતંત્રના આ મહાપર્વના માધ્યમથી દિલ્હીની જનતા તેને પાંચ વર્ષ સુધી ગેરમાર્ગે દોરનારા અને માત્ર ખોખલા વચનો આપનારને હરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીની જનતાની અપેક્ષાઓ પૂરી કરતી સરકાર ચૂંટશે.'

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ બોલ્યા- કામ કર્યું હોય તો મત આપજો, ભાજપે કહ્યું- મંગલ થશે   

તેમણે કહ્યું, 'છેલ્લા 60 મહિનામાં આમ આદમી પાર્ટીની સરકારે માત્રને માત્ર વચનો કર્યા અને હવે અંતિમ 3 મહિનામાં જનતાના વિકાસના પૈસાને પોતાની યોજનાઓની જાહેરાત પર ખર્ચ કર્યાં છે. દિલ્હીના લોકો આજે પણ ફ્રી wifi, 15 લાખ સીસીટીવી કેમારે, નવી કોલેજ અને હોસ્પિટલોની રાહ જોઈ રહ્યાં છે.'

શાહે કહ્યું કે, આ ચૂંટણી ગરીબોના પોતાના પાક્કા મકાનના સપનાને પૂરી કરવાની છે. આ ચૂંટણી ગરીબોને આયુષ્માન યોજનાથી તેની ફ્રી સારવારનો અધિકાર છીનવનારાને સત્તાથી હટાવવાની ચૂંટણી છે. આ ચૂંટણી વોટ બેન્કની રાજનીતિ માટે દિલ્હીની શાંતિ ભંગ કરનારના સૂપડા સાફ કરવાની ચૂંટણી છે. 

ગૃહપ્રધાને કહ્યું, 'હું દિલ્હી ભાજપના તમામ કાર્યકર્તાઓને અપીલ કરુ છું કે ન માત્ર મોદી સરકાર દ્વારા દિલ્હી અને દેશ માટે કરવામાં આવેલા ઐતિહાસિક કાર્યોને દિલ્હીના ઘર-ઘર સુધી પહોંચાડે પરંતુ દિલ્હીના વિકાસમાં અવરોધ બનેલી આપ સરકારનું સત્ય દિલ્હીની જનતાને જણાવે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news