ENG vs WI: આજથી ક્રિકેટના નવા યુગની શરૂઆત, ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ રચશે ઈતિહાસ


કોરોના વાયરસ મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બુધવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે, જે ભવિષ્યના ક્રિકેટની દશા અને દિશા પણ નક્કી કરશે. 
 

ENG vs WI: આજથી ક્રિકેટના નવા યુગની શરૂઆત, ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ રચશે ઈતિહાસ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. જે ભવિષ્યમાં ક્રિકેટની દશા અને દિશા પણ નક્કી કરશે. ક્રિકેટના સૌથી પરંપરાગત ફોર્મેટ દ્વારા રમતના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. 

એક યુગ જેમાં મેદાન પર ખેલાડીઓમાં જોશ ભરનારા દર્શકો હશે નહીં. ખેલાડીઓ ગળે મળી શકશે નહીં. સપ્તાહમાં બે વાર કોરોનાની તપાસ થશે અને ખેલાડી હોટલથી બહાર જઈ શકશે નહીં. સાઉથેમ્પટનમાં આ મેચ ભારતીય સમયાનુસાર 3.30 કલાકથી રમાશે. 

આ માર્ચ બાદ પ્રથમ ટેસ્ટ મેચ પણ હશે. એઝિયાસ બાઉલ પર રમાનારી મેચમાત્ર ક્રિકેટ જ નહીં, તેનાથી અલગ કારણોથી પણ રમત ઈતિહાસા પાનામાં નોંધાશે. દર્શકો વગર, વારંવાર કોરોના વાયરસના ટેસ્ટ વચ્ચે, સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરતા રમાનાતી મેચ ભવિષ્યની મેચો અને પ્રવાસોની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. 

હવે મેદાન પર જોવા મળશે આ ફેરફાર
માત્ર બંન્ને કેપ્ટન બેન સ્ટોક્સ-જેસન હોલ્ડર તથા મેચ રેફરી ક્રિસ બ્રોડ ટોસ માટે બહાર જશે. ટોસમાં કોઈ કેમેરો હશે નહીં અને ન કોઈ હેન્ડશેક થશે. અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબોરો પોતાનો બોલ લઈને આવશે. મેચ દરમિયાન સેનેટાઇઝેશન બ્રેક હશે. 

ખેલાડી ગ્લવ્સ, શર્ટ, પાણીની બોટલ, બે કે સ્વેટર કોઈને આપશે નહીં. કોઈ બોલ બોય નહીં હોય, અને ગ્રાઉન્ડ સ્ટાફ  મેદાન પર ખેલાડીઓના 20 મીટરના વર્તુળમાં જશે નહીં. 

ટીમ શીટ્સ ડિજિટલ હશે. સ્કોરર પેન અને પેન્સિલ એકબીજાને આપશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પહેલા જ બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે ચેતવણી બાદ પાંચ રનની પેનલ્ટી લાગશે. 

Waiting for international cricket to resume 😍 pic.twitter.com/0Xw87CMGvw

— ICC (@ICC) July 8, 2020

'ધ ટેલીગ્રાફે' ઈસીબીના ઇવેન્ટ્સ ડાયરેક્ટર સ્ટીવ એલવર્દીના હવાલાથી લખ્યુ છે કે જો બોલ છ રન માટે સ્ટેન્ડમાં જાય છે તો, ગ્લબ્સ પહેરેલા ટીમ સ્ક્વોડના ખેલાડી તેને પરત કરશે, કોઈ અન્યને બોલ અડવાની મંજૂરી રહેશે નહીં. 

ઈંગ્લેન્ડના કાર્યકારી કેપ્ટન બેન સ્ટોક્સે મંગળવારે પત્રકાર પરિષદમાં કહ્યું, તેમાં એક પણ ભૂલ થવા પર ખુબ મોટી થઈ જશે. તેનાથી રમતની વાપસી પર અસર પડશે. સ્ટોક્સે કહ્યુ કે, ચાર મહિનાથી લાઇવ ક્રિકેટ જોવા માટે રાહ જોઈ રહેલા ટીવી દર્શકોને મનોરંજનની ભેટ આપવાની બંન્ને ટીમોની જવાબદારી હશે. 

બંન્ને ટીમ મેચ દરમિયાન, બ્લેક લાઇવ્સ મેટરના લોગો પોતાની ટી-શર્ટના કોલર પર લગાવશે. વિન્ડીઝની ટીમ જૂનથી અહીં છે અને ખેલાડી પહેલા માન્ચેસ્ટરમાં ક્વોરેન્ટીન હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news