Team India: ગંભીરે વર્લ્ડકપ માટે કર્યું ટીમ ઇન્ડીયાનું સિલેકશન! જાડેજા, કાર્તિકને કરી દીધા બહાર
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે કોઇપણ ભોગે ટી20 વર્લ્ડકપની ટ્રોફી ઉઠાવવા માંગે છે. ગત વર્ષે પણ આ ટીમને ગ્રુપ સ્ટેજમાં જ હારનો સામનો કરીને બહાર થવું પડ્યું હતું. આ દરમિયાન ભારતને બે વાર વર્લ્ડ કપ જીતાડનાર ધાકડ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડકપ 2022 માટે પોતાની બેસ્ટ ટીમને જાહેરાત કરી છે.
Trending Photos
Gautam Gambhir T20 World Cup Playing 11: ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે કોઇપણ ભોગે ટી20 વર્લ્ડકપની ટ્રોફી ઉઠાવવા માંગે છે. ગત વર્ષે પણ આ ટીમને ગ્રુપ સ્ટેજમાં જ હારનો સામનો કરીને બહાર થવું પડ્યું હતું. આ દરમિયાન ભારતને બે વાર વર્લ્ડ કપ જીતાડનાર ધાકડ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડકપ 2022 માટે પોતાની બેસ્ટ ટીમને જાહેરાત કરી છે. ગંભીરે આ ટીમમાંથી મોટા મોટા ખેલાડીઓને બહાર કરી દીધા છે.
રોહિત અને ઇશાનને સિલેક્ટ કર્યા ઓપનર
આગામી ટી20 વર્લ્ડકપ માટે ગૌતમ ગંભીરે પોતાની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ઓપનિંગની જવાબદારી તેમણે કેપ્ટન રોહિત શર્મા અને ઇશાન કિશનને સોંપી છે. તો બીજી તરફ ત્રણ નંબર માટે વિરાટ કોહલીને ગંભીરે સ્થાન આપ્યું છે. તેના માટે નંબર 4 માટે ગંભીરે સૂર્યકુમાર યાદવને જગ્યા આપી છે. ગંભીરે આ 4 ખેલાડીઓને ટીમ ઇન્ડીયાના ટોપ ઓર્ડર માટે સિલેક્ટ કર્યા છે.
પંત કાર્તિક બંનેને કર્યા બહાર
તો બીજી તરફ ગંભીરના એક નિર્ણયએ તમામને હેરાન કરી દીધા છે. આ દિગ્ગજ ખેલાડીને ઋષભ પંતની સાથે સાથે ઘાતક ફોર્મમાં ચાલી રહેલા દિનેશ કાર્તિકને પણ ટીમમાં સ્થાન આપવું યોગ્ય સમજ્યું નહી. આ બંને ખેલાડીને બહાર રાખીને ગંભીરે કેએલ રાહુલને ટીમના વિકેટકિપર તરીકે સિલેક્ટ કર્યા છે. દિનેશ કાર્તિક ગત કેટલાક સમયથી ટીમ ઇન્ડેયાની સૌથી ભયંકર ફિનિશર બનીને સામે આવ્યા છે, પરંતુ ગંભીરનું માનવું છે કે કાર્તિકને ફક્ત 3-4 ઓવરના કામ માટે રાખી ન શકે.
હાર્દિક સાથે દીપક હુડ્ડાને આપી તક
આ ઉપરાંત ગંભીરે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે કે તેમણે ટીમમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ દીપક હુડ્ડાને તક આપી છે. હુડ્ડાએ આઇપીએલમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત હાર્દિક પંડ્યાને પણ તેમણે ફિનિશર તરીકે સિલેક્ટ કર્યા છે. બોલીંગ લાઇન અપમાં ગંભીરે હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેંદ્ર ચહલ અને જસપ્રીત બુમરાહને સ્થાન આપ્યું છે.
ટી20 વર્લ્ડકપ માટે ગંભીરની પ્લેઇંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે