ગુજરાતમાં આકાશી આફત; સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ Video

Radha Yadav Video: પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે. આ વાતની જાણકારી રાધાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી છે.

ગુજરાતમાં આકાશી આફત; સ્ટાર મહિલા ક્રિકેટર વડોદરામાં ફસાઈ, NDRFએ કર્યું રેસ્ક્યુ, જુઓ Video

ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. જેના કારણે લોકો પોતાના ઘરો છોડવા માટે મજબૂર થયા છે. વડોદરામાં પણ સ્થિતિ વિકટ બની અને નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જવાથી અનેક લોકોને જીવનું જોખમ ઊભુ થયું. આ પૂરની સ્થિતિમાં ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ પણ ફસાઈ ગઈ હતી. જો કે NDRF ની ટીમે તેને હવે આ મુશ્કેલીમાંથી બહાર કાઢી લીધી છે. આ વાતની જાણકારી રાધાએ ખુબ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી છે. તેણે જીવ બચાવવા બદલ એનડીઆરએફની ટીમનો આભાર પણ માન્યો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2024

અત્રે જણાવવાનું કે રાધા યાદવ ટી20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઈન્ડિયાનો  ભાગ છે. તેણે પોતાના બચાવની જાણકારી આપતા પોતાના વિસ્તારનો વીડિયો શેર કર્યો. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છેકે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ તળાવ બની ગયા છે. જ્યારે ગાડીઓ પણ પાણીમાં ડૂબેલી છે. આ વીડિયોમાં અનેક લોકો પાણીમાં ચાલીને નીકળવાની કોશિશ કરતા જોવા મળે છે. ત્યારે એનડીઆરએફની ટીમ રાધાને બચાવવા માટે આવે છે. તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ ખુબ ખરાબ છે. 

અત્રે જણાવવાનું પૂર અને ભારે વરસાદના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લાઓમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સેનાની તૈનાતી કરાઈ છે. વડોદરાની સ્થિતિ પણ કઈ સારી નથી. નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી ગયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news