મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા.
Trending Photos
ઈન્દોરઃ ઈન્દોર ટેસ્ટમાં (Indore Test) ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને (IND vs BAN) માત્ર ત્રણ દિવસમાં હરાવી દીધું હતું. ત્યારબાગ ટીમ કોલકત્તામાં (Kolkata test) રમાનારી બીજી ટેસ્ટની તૈયારી માટે અહીં રોકાઇ હતી. તેવામાં કોચ રવિ શાસ્ત્રી (ravi shastri) અને સપોર્ટ સ્ટાફે ઉજ્જૈનમાં સ્થિત ભગવાન મહાકાલના મંદિરમાં (mahakaleshwar mandir) મહાકાલેશ્વર પહોંચીને પૂજા કરી હતી. આ ઘટનાની તસવીર કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર શેર કરી છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા.
Mahakaleshwar Jyotirlinga Temple - ॐ नमः शिवाय 🙏 pic.twitter.com/Qt8wTCwwsn
— Ravi Shastri (@RaviShastriOfc) November 17, 2019
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ટી20 સિરીઝમાં બાંગ્લાદેશને 2-1થી હરાવ્યા બાદ ઈન્દોર ટેસ્ટમાં ઈનિંગ અને 13 રનના મોટા અંતરથી જીત મેળવી હતી. આ સાથે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
સિરીઝની બીજી ટેસ્ટ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે, જે ડે-નાઇટ હશે. ભારતીય ટીમ પિંક બોલથી રમાનારી આ મેચની તૈયારી ઈન્દોરમાં રહીને કરી રહી છે. મેચ 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી તો તેને તૈયારી માટે વધારાનો સમય મળી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે