ICC Womens T20 WC: વોલમાર્ટની તોફાની ઈનિંગ, પાકિસ્તાનને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું આફ્રિકા


આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આફ્રિકાની ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. તે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનાર ભારત બાદ બીજી ટીમ બની છે. 

ICC Womens T20 WC: વોલમાર્ટની તોફાની ઈનિંગ, પાકિસ્તાનને હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું આફ્રિકા

સિડનીઃ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં રવિવારે રમાયેલા મુકાબલામાં દક્ષિણ આફ્રિકાની ટીમે પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા પ્રોટિયાઝની ટીમે 6 વિકેટ પર 136 રન બનાવ્યા અને પાકિસ્તાનની ટીમને 119 રન પર રોકી 17 રનથી વિજય મેળવ્યો હતો. આ દક્ષિણ આફ્રિકાની ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત છે. 

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી અને માત્ર ચાર રનના સ્કોર પર ઓપનર લિજેલ લીના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ કેપ્ટન ડેન વેન નિકેર્ક પણ માત્ર 3 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. આ બંન્ને બેટ્સમેનોને ડાયના બેગે આઉટ કર્યાં હતા. 

બે વિકેટ ગુમાવ્યા બાદ મરિજાને કાપે ઈનિંગને મિગ્નોન ડૂ પ્રીઝની સાથે મળીને સંભાળી હતી. મિગ્નોનને આઉટ કરીને નિદા ડારે આ જોડીને તોડી હતી. 31 રન બનાવ્યા બાક કાપ પણ પોતાની વિકેટ ગુમાવી બેઠી હતી. લોરા વોલવાર્ટે મુશ્કેલમાં ફસાયેલી આફ્રિકન ટીમ માટે શાનદાર અડધી સદી ફટકારી હતી. 36 બોલ પર અણનમ 53 રન ફટકારી લોરાએ ટીમનો સ્કોર 136 રન સુધી પહોંચાડ્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. 

પાકિસ્તાનની ટીમ 119 રન બનાવી શકી
આફ્રિકાએ આપેલા 137 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 119 રન બનાવી શકી હતી. પાકિસ્તાન માટે કેપ્ટન જવેલિયા ખાને 31 જ્યારે આલિયા રિયાઝે અણનમ 39 રન ફટકાર્યા હતા. આ સાથે પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. 

IND vs NZ: બીજી ઈનિંગમાં ભારત 90/6, ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડનો દબદબો  

સેમિફાઇનલમાં પહોંચ્યું દક્ષિણ આફ્રિકા
ગ્રુબ બીમાં આફ્રિકાએ સતત ત્રીજી જીત સાથે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ થાઈલેન્ડને 113 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. હવે ત્રીજી મેચમાં પાકિસ્તાન પર 17 રને જીત મેળવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news