IND vs ENG: ભારતે ઇગ્લેંડને 49 રનથી આપી માત, સીરીઝમાં બનાવી 2-0થી અજય બઢત

ભારત અને ઇગ્લેંડ વચ્ચે શનિવારે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો બીજો મુકાબલો એજબેસ્ટનમાં રમાયો હતો. આ મેચમાં વિરાટ કોહલી, ઋષભ પંત, રવિંદ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની ટી-20 માં વાપસી થઇ. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ભારતે 170 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇગ્લેંડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં સમેટાઇ ગઇ હતી. 

IND vs ENG: ભારતે ઇગ્લેંડને 49 રનથી આપી માત, સીરીઝમાં બનાવી 2-0થી અજય બઢત

India vs England (IND vs ENG) 2nd T20: ભારત અને ઇગ્લેંડ વચ્ચે શનિવારે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો બીજો મુકાબલો એજબેસ્ટનમાં રમાયો હતો. આ મેચમાં વિરાટ કોહલી, ઋષભ પંત, રવિંદ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની ટી-20 માં વાપસી થઇ. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ભારતે 170 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇગ્લેંડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં સમેટાઇ ગઇ હતી. 

ભારતે બીજી ટી-20 મેચમાં ઇગ્લેંડને 49 રનથી માત આપી હતી. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં ભારતે રવિંદ્ર જાડેજાની અણનમ 46 રનની ઇનિંગના કારણે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા. જવાબમાં ઇગ્લેંડની આખી ટીમ 17 ઓવરમાં 121 રનમાં સમેટાઇ ગઇ હતી. ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને યુજવેંદ્ર ચહલની ઘાતક બોલીંગ આગળ ઇગ્લેંડનું કંઇ ઉપજ્યું નહી. ભવનેશ્વરે ત્રણ વિકેટ ઝડપી હતી. તો બુમરાહ અને ચહલે બે-બે વિકેટ લીધી હતી. 

આ જીત સાથે ટીમ ઇન્ડીયાએ ત્રણે મેચોની ટી-20 સીરીઝમાં 2-0 થી અજય બઢત મેળવી લીધી છે. ભારતે ઇગ્લેંડમાં સતત ચોથી ટી-20 જીત પ્રાપ્ત કરી છે. આ પહેલાં તેણે 2021 માં 3-2, 2018 માં 2-1 અને 2017 2-1 થી સીરીઝને પોતાના નામે કરી હતી. તો બીજી તરફ કેપ્ટન રોહિત શર્માએ સતત 14 ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલો જીત્યો. તે આમ કરનાર દુનિયાના પ્રથમ કેપ્ટન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news