ભારતે ઈંગ્લેન્ડને હરાવીને શારીરિક દિવ્યાંગતા વિશ્વ ટી20 સિરીઝ જીતી
ઓપનિંગ બેટ્સમેન કે ડી ફાનસે (36), વિક્રાંત કેની (29) અને એસ મહેન્દ્રન (33)એ પણ ઉગયોગી યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈએ ટીમને માન્યતા આપી છે પરંતુ તેને કોઈ આર્થિક મદદ ઉપલ્બધ કરાવી નથી.
Trending Photos
મુંબઈઃ પ્રબળ દાવેદાર ભારતે ફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડને 36 રનથી પરાજય આપી ટી20 શારીરિક દિવ્યાંગતા વિશ્વ સિરીઝનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. મંગળવારે બ્લૈકફિન્ચમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ પર 180 રન બનાવ્યા હતા.
ત્યારબાદ ટીમે ઈંગ્લેન્ડને નવ વિકેટ પર 144ના સ્કોરે રોકીને ટ્રોફી જીતી લીધી હતી. મધ્યમક્રમના બેટ્સમેન આર.જી. સાંજેએ 34 બોલમાં 53 રન ફટકાર્યા અને તે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ઓપનિંગ બેટ્સમેન કે ડી ફાનસે (36), વિક્રાંત કેની (29) અને એસ મહેન્દ્રન (33)એ પણ ઉગયોગી યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈએ ટીમને માન્યતા આપી છે પરંતુ તેને કોઈ આર્થિક મદદ ઉપલ્બધ કરાવી નથી.
India defeat England by 36 runs in the final to clinch Physical Disability World Cricket Series 2019 👏🙌 pic.twitter.com/IaaNv6Jyvv
— BCCI (@BCCI) August 14, 2019
બીસીસીઆઈએ ટીમની સિદ્ધિ માટે ટ્વીટર પર શુભેચ્છા આપી છે, જેના કોચ મુંબઈના પૂર્વ કોચ સુલક્ષણ કુલકર્ણી છે. બીસીસીઆઈએ ટ્વીટર પર લખ્યું, 'ભારતે ફાઇનલમાં ઈંગ્લેન્ડને 36 રનથી હરાવીના શારીરિક દિવ્યાંગતા વિશ્વ ક્રિકેટ સિરીઝ 2019 પોતાના નામે કરી લીધી.'
Hearty congratulations to Indian Physically Disabled cricket team for winning the Physical World Disability World Series 2019 in England yesterday. They beat the host by 36 runs 👏🏽🏆 pic.twitter.com/L3dYSNcZTN
— Wasim Jaffer (@WasimJaffer14) August 14, 2019
પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરે પણ ટીમને શુભેચ્છા આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે