ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર વસંત રાયજીએ ઉંમરની સદી કરી પૂરી, કેક લઈને પહોંચ્યા સચિન-સ્ટીવ વો
ભારતના સૌથી મોટી વયના પ્રથમ શ્રેણીના ક્રિકેટર વસંત રાયજીએ શનિવારે પોતાના જીવનની સદી પૂરી કરી હતી. જમણેરી બેટ્સમેન રાયજી 100 વર્ષના થઈ ગયા છે.
Trending Photos
મુંબઈઃ ભારતના સૌથી મોટી વયના પ્રથમ શ્રેણીના ક્રિકેટર વસંત રાયજીએ શનિવારે પોતાના જીવનની સદી પૂરી કરી હતી. જમણેરી બેટ્સમેન રાયજી 100 વર્ષના થઈ ગયા છે. તેમણે 1940ના દાયકામાં 9 પ્રથમ શ્રેણીની મેચ રમી હતી, જેમાં 277 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 68 રન હતો. ઈતિહાસકાર રાયજી ત્યારે માત્ર 13 વર્ષના હતા જ્યારે ભારતે દક્ષિણ મુંબઈના બોમ્બે જિમખાનામાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી.
તેઓ ભારતીય ક્રિકેટની સંપૂર્ણ યાત્રાના સાક્ષી રહ્યાં છે. તેઓ બંબઈ (હવે મુંબઈ) અને બરોડા માટે રમતા હતા. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટીવ વોની સાથે રાયજીને મળવા ગયા હતા.
Wishing you a very special 1⃣0⃣0⃣th birthday, Shri Vasant Raiji.
Steve & I had a wonderful time listening to some amazing cricket 🏏 stories about the past.
Thank you for passing on a treasure trove of memories about our beloved sport. pic.twitter.com/4zdoAcf8S3
— Sachin Tendulkar (@sachin_rt) January 26, 2020
સચિને ટ્વીટર પર લખ્યું, 'તમને 100માં જન્મદિવસની શુભકામનાઓ શ્રી વસંત રાયજી. સ્ટીવ અને મેં તમારી સાથે ખુબ સારો સમય પસાર કર્યો અને ભૂતકાળની કેટલિક અદ્ભુત કહાનીઓ સાંભળી. અમારા પ્રેમાળ રમત વિશે યાદોનો ખજાનો આગળ સુધી પહોંચાડવા માટે તમારો આભાર.'
રાયજીએ લાલા અમરનાથ, વિજય મર્ચેંટ, સીકે નાયડૂ અને વિજય હજારેની સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે