IND vs ENG: ટેસ્ટ સિરીઝ સમાપ્ત, હવે શરૂ થશે ટી20, જુઓ કાર્યક્રમ
ટી20 સિરીઝમાં ભારતની આગેવાની વિરાટ કોહલી કરશે, જ્યારે ઈંગ્લેન્ડ માટે ઇયોન મોર્ગન ટીમની કમાન સંભાળશે. પાંચ મેચોની આ ટી20 સિરીઝ 12 માર્ચથી શરૂ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ India vs England T20I Series: યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે. આ સિરીઝને ભારતીય ટીમે 3-1થી પોતાના નામે કરી છે. ટેસ્ટ સિરીઝના સમાપન બાદ હવે બન્ને દેશો વચ્ચે પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે આગામી સપ્તાહે હવે ફટાફટ ક્રિકેટમાં આમને-સામને જોવા મળશે.
ટી20 સિરીઝમાં ભારતની આગેવાની વિરાટ કોહલી કરશે, જ્યારે ઈંગ્લેન્ડ માટે ઇયોન મોર્ગન ટીમની કમાન સંભાળશે. પાંચ મેચોની આ ટી20 સિરીઝ 12 માર્ચથી શરૂ થશે. ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટી20 સિરીઝની બધી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મુકાબલા માટે 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં બેસવાની મંજૂરી મળી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી અને અંતિમ ટી20 20 માર્ચે રમાશે. ટી20 સિરીઝના સમયની વાત કરીએ તો બધી મેચ સાંજે સાત કલાકથી શરૂ થશે.
ભારત-ઈંગ્લેન્ડ ટી20 સિરીઝનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ પર કરવામાં આવશે. તો ઓનલાઇન તમે હોટસ્ટાર+ડિઝ્ની પર જોઈ શકશે.
India vs England T20I Series Schedule
પ્રથમ મેચ - અમદાવાદ 12 માર્ચના રોજ સાંજે 7 વાગ્યાથી
બીજી મેચ - 14 માર્ચ અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી
ત્રીજી મેચ - 16 માર્ચ સાંજે 7 વાગ્યે અમદાવાદ
ચોથી મેચ - 18 માર્ચે અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી
પાંચમી મેચ - અમદાવાદ 20 માર્ચે સાંજે 7 વાગ્યાથી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે