IND vs WI 3rd T20: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 67 રનથી હરાવ્યું, 2-1થી સિરીઝ જીતી

 ભારતે વેસ્ટ ઈન્ડિઝને મુંબઈમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચમાં 67 રનથી હરાવીને ત્રણ મેચોની ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વાઈફ અનુષ્કા શર્માને વેડિંગ એનિવર્સરી પર ગિફ્ટ આપી.  વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ બુધવારે 11 ડિસેમ્બરે પોતાની બીજી વેડિંગ એનિવર્સરી ઉજવી. 
IND vs WI 3rd T20: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 67 રનથી હરાવ્યું, 2-1થી સિરીઝ જીતી

નવી દિલ્હી: ભારતે વેસ્ટ ઈન્ડિઝને મુંબઈમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચમાં 67 રનથી હરાવીને ત્રણ મેચોની ટી-20 સિરીઝ 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વાઈફ અનુષ્કા શર્માને વેડિંગ એનિવર્સરી પર ગિફ્ટ આપી.  વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ બુધવારે 11 ડિસેમ્બરે પોતાની બીજી વેડિંગ એનિવર્સરી ઉજવી. 

આ મેચમાં  પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 240 રન કર્યા હતાં. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત માટે 241 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 173 રન જ કરી શકી. વેસ્ટઈન્ડિઝ તરફથી કાઈરન પોલાર્ડે સૌથી વધુ 68 રન કર્યા હતાં. 

ભારતની જબરદસ્ત ઈનિંગ 240 રન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 240 રન કર્યાં. ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ કે એલ રાહુલે સૌથી વધુ 91 રન કર્યાં, જ્યારે રોહિત શર્માએ 34 બોલમાં 71 રનની તાબડતોબ ઈનિંગ રમી, કોહલીએ 29 બોલમાં સ્ફોટક 70 રન ફટકાર્યા હતાં. આ ત્રણેય બેટ્સમેનની તોફાની ઈનિંગના દમ પર ભારતે 20 ઓવરોમાં 3 વિકેટના નુકસાન પર 240 રન ફટકાર્યાં. જે ભારતનો ટી-20માં ત્રીજો સૌથી સારો સ્કોર છે. 

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કીરોન પોલાર્ડે ટોસ જીતીને બોલિંગ લીધી જે તેમને ભારે પડી ગયું. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને સ્થાનિક ખેલાડી રોહિતે પોતાના સાથે રાહુલ સાથે મળીને વેસ્ટ ઈન્ડિઝના બોલરોને ધોઈ નાખ્યા હતાં. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શેલ્ડન કોટરેલ, કસરિક વિલયમ્સ, કાયરન પોલાર્ડને 1-1 વિકેટ મળી હતી. 

જુઓ LIVE TV

વેસ્ટ ઈન્ડિઝની નબળી શરૂઆત
વેસ્ટ ઈન્ડિઝ જ્યારે 241 રનનો પીછો કરવા માટે ઉતર્યું તો તેનો ઓપનર બૈન્ડન કિંગ બીજી જ ઓવરમાં ટીમના 12 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ તો વિકેટ પડતી ગઈ અને વેસ્ટ ઈન્ડિઝ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની ગઈ. વેસ્ટ ઈન્ડિઝમાં સૌથી વધુ રન કાઈરન પોલાર્ડે 39 બોલમાં 68 રન કર્યાં હતાં. ત્યારબાદ શિમરોન હેટમેયરે 24 બોલમાં 41 રન કર્યા હતાં. ભારત તરફથી દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news