IPL 2019: તાહિરના આઈપીએલ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ચેન્નઈની સાતમી જીત

કોલકત્તા નાઇટરાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટ પર 161 રન બનાવ્યા ત્યારબાદ 3 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 
 

IPL 2019: તાહિરના આઈપીએલ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, ચેન્નઈની સાતમી જીત

કોલકત્તાઃ સાઉથ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ રવિવારે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તાહિરે મેચમાં 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેને ઈડન ગાર્ડનમાં આ શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કેકેઆરે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. મહેમાન સીએસકેએ 162 રનનો પડકાર મળ્યો જેને તેણે સુરેશ રૈના (58*)અને જાડેજા (31*)ના દમ પર 2 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. 

તાહિરે ઈનિંગની 11મી ઓવરના બીજા બોલ પર નીતીશ રાણા (21)ને પેવેલિયન પરત મોકલ્યો હતો. નીતીશે 18 બોલ પર 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરના ચોથા બોલ પર રોબિન ઉથપ્પા (0) પણણ તાહિરનો શિકાર બન્યો હતો. 

— IndianPremierLeague (@IPL) April 14, 2019

ફરી તાહિરે ઈનિંગની 15મી ઓવરમાં 2 મહત્વના બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા. આ સાઉથ આફ્રિકી સ્પિનરે પ્રથમ બોલ પર ક્રિસ લિન (82)ને શાર્દુલ ઠાકુરને હાથે કેચ કરાવ્યો હતો. લિને 51 બોલની ઈનિંગમાં 7 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરના પાંચમાં બોલ પર આંદ્રે રસેલ (10)ને પણ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

તાહિરના આઈપીએલ કરિયરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે પોતાના કરિયરમાં બીજીવાર 4 વિકેટ ઝડપી છે. આ પહેલા તેણે 2015માં દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માટે રમતા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news