IPL 2020 Final: આઈપીએલના મહામુકાબલામાં મહારથી મુંબઈનો સામનો દિલેર દિલ્હી સામે

MI vs DC IPL 2020 Final: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ફાઇનલ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે તો મુંબઈ ઈન્ડિયન્સ ચાર વખતની ચેમ્પિયન છે. 

IPL 2020 Final:  આઈપીએલના મહામુકાબલામાં મહારથી મુંબઈનો સામનો દિલેર દિલ્હી સામે

દુબઈઃ પાંચમાં ટાઇટલ જીતવાનો ઇરાદો લઈને ઉતરનારી સિતારાઓથી ભરેલી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) મંગળવારે અહીં આઈપીએલ ફાઇનલ (IPL Final)મા ઉતરશે તો તેની સામે પ્રથમવાર ટાઇટલ મુકાબલામાં જગ્યા બનાવનારી આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપિટલ્સ  (Delhi Capitals) ઉભી હશે જેની પાસે મેચ વિનર્સની કમી નથી. 

રોમાંચથી ભરપૂર મુકાબલાના 52 દિવસ પૂરા થયા બાદ હવે આ ખાસ આઈપીએલનો આખરી મુકાબલો બાકી છે. ખાસ એટલા માટે કે કમામ પડકારો અને વિઘ્નો છતાં તેના સફળ આયોજને દર્શકોને કોરોના વાયરસ મહામારી  (Covid-19)થી પેદા થયેલી નકારાત્મકતાથી છૂટકારો મેળવવામાં મદદ કરી છે. 

આઈપીએલના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માની નજર પાંચમાં ટાઇટલ પર છે. તો દિલ્હી છેલ્લી 12 સીઝનમાં પાછળ રહ્યાં બાદ પ્રથમવાર આ મુકામ સુધી પહોંચી છે. મુંબઈએ 15માથી 10 મેચ જીતી છે જ્યારે દિલ્હીએ 16માંથી નવ મેચ પોતાના નામે કરી છે. 

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી દબદબો બનાવી રાખ્યો. મુંબઈના બેટ્સમેનોએ 130 સિક્સ ફટકારી છે જ્યારે દિલ્હીએ 84 સિક્સ લગાવી છે. ક્વિન્ટન ડિ કોક (Quinton De Kock)નું પ્રદર્શન ખાસ કરીને પ્રશંસા પાત્ર રહ્યું. તો રોહિતે પોતાની હેમસ્ટ્રિંગ ઈજાને લઈને તમામ આશંકાઓને નાબુદ કરતા સારી આગેવાની કરી છે. 

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ ન થવાના ગમને ભૂલીને સૂર્યકુમાર યાદવ  (Surya Kumar Yadav)એ જે રીતે બેટિંગ કરી છે, તે મિસાલ બની ચુક્યો છે. તે અત્યાર સુધી 60 ચોગ્ગા અને 10 સિક્સ ફટકારી ચુક્યો છે. તો ઈશાન કિશને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 29 છગ્ગા ફટકાર્યા છે. 

દિલ્હીના બોલર કગિસો રબાડા (29 વિકેટ) અને એનરિચ નોર્ત્જે (20 વિકેટ) જો આ બંન્નેને પાર પાડી લે તો પંડ્યા બંધુનો પડકાર આસાન નથી. તે બંન્ને શાનદાર ફોર્મમાં છે. 

દિલ્હી માટે શિખર ધવન (Shikhar Dhawan) 600થી વધુ રન બનાવી ચુક્યો છે. હવે તેણે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને ટ્રેન્ટ બોલ્ટ  (Trent Boult)ના સટીક યોર્કર અને ઇનસ્વિંગનો સામનો કરવા કંઈક ખાસ કરવું પડશે. 

આ સીઝનમાં ત્રણેય મેચોમાં મુંબઈએ દિલ્હી પર એકતરફી જીત મેળવી છે પરંતુ જો સૌથી મહત્વના મુકાબલામાં દિલ્હી બાજી મારી લે તો આ ત્રણેય હારનું મહત્વ રહેશે નહીં. 

બીજા ક્વોલિફાયર (IPL Qualifier 2)મા લાગ્યું કે, દિલ્હી કેપિટલ્સે યોગ્ય ટીમ સંયોજનની શોધ કરી લીધી છે. ઈનિંગની શરૂઆત માર્કસ સ્ટોયનિસ પાસે કરાવવાનો નિર્ણય યોગ્ય રહ્યો. શ્રેયસ અય્યર અને રિષભ પંતના ફોર્મને જોતા શિમરોન હેટમાયર પર ઝડપથી બેટિંગ કરવાની જવાબદારી હશે. પાવરપ્લેમાં આર અશ્વિન પર મોટી જવાબદારી હશે. આ સાથે આ મેચ દ્વારા અય્યરનો ભવિષ્યમાં ભારતીય ટીમની આગેવાની માટે દાવો મજબૂત હોઈ શકે છે. 

રિકી પોન્ટિંગ  (Ricky Ponting) કુશળ રણનીતિકારના રૂપમાં પોતાની શાખ મજબૂત કરશે જ્યારે સૂર્યકુમાર યાદવ પસંદગી સમિતિને બેટથી જવાબ આપવા ઈચ્છશે. 

બધાની નજર આઈપીએલ ફાઇનલ પર છે પરંતુ રાંચીના તે રાજકુમારની ખોટ જરૂર ચાલી રહી હશે જેની ટીમ 2017થી સતત આઈપીએલ ફાઇનલમાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કમી આઈપીએલ ફાઇનલમાં અનુભવાશે પરંતુ જિંગદીની જેમ ક્રિકેટ કોઈ માટે રોકાતી નથી. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડિ કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ. 

દિલ્હી કેપિટલ્સઃ શિખર ધવન, માર્કસ સ્ટોયનિસ, અંજ્કિય રહાણે, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, આર. અશ્વિન, પ્રવિણ દુબે, કગિસો રબાડા, એનરિચ નોર્ત્જે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news