IPL 2020: આ સ્ટાર ખેલાડીને લઇને યોગ્ય સાબિત થઈ સચિન તેંડુલકરની ભવિષ્યવાણી

આઇપીએલ-13 (IPL 2020)માં સતત બીજી અર્ધસદી ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને શાનદાર જીત અપાવનાર યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની ખુબજ પ્રશંસા થઇ રહી છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆર (KKR)એ ચેન્નાઈને 173 રનનો પડકાર આપ્યો હતો. ઋતુરાજે 53 બોલમાં 6 ફોર અને બે સિક્સ મારી 72 રન બનાવી ટીમને જીત અપવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

IPL 2020: આ સ્ટાર ખેલાડીને લઇને યોગ્ય સાબિત થઈ સચિન તેંડુલકરની ભવિષ્યવાણી

દુબઇ: આઇપીએલ-13 (IPL 2020)માં સતત બીજી અર્ધસદી ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને શાનદાર જીત અપાવનાર યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની ખુબજ પ્રશંસા થઇ રહી છે. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆર (KKR)એ ચેન્નાઈને 173 રનનો પડકાર આપ્યો હતો. ઋતુરાજે 53 બોલમાં 6 ફોર અને બે સિક્સ મારી 72 રન બનાવી ટીમને જીત અપવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ જ્યાં ગાયકવાડને પ્રતિભાશાળી ખેલાડીઓમાંથી એક જણાવ્યા છે. ત્યારે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ ગાયકવાડને લઇને મેચ શરૂ થતા પહેલા જ ભવિષ્યવાણી કરી હતી. સચિને કહ્યું હતું કે ગાયકવાડ લાંબી ઇનિંગ્સ માટે બન્યો છે.

ચેન્નાઇ અને કોલકાતાની વચ્ચે રમાયેલી મેચથી પહેલા સચિન એ કહ્યું, હું તેની વધારે રમત જોઈ નથી. પરંતુ મેં જે જોયુ છે તે એક શાનદાર બેટ્સમેન છે. તેના શાનદાર ક્રિકેટ શોટ્સ રમ્યો અને સુધારો કર્યો છે. જ્યારે કોઇ બેસ્ટમેન યોગ્ય ક્રિકેટ શોટ્સ રમવાનું શરૂ કરે છે, બોલને કવર અથવા મિડ-વિકેટ ઉપર મારે અથવા સીધો બોલરના માથા ઉપરથી રમે છે. તો સમજવું કે બેટ્સમેન લાંબી ઇનિગ્સ માટે બન્યો છે.

સચિન (Sachin Tendulkar)એ વધુમાં કહ્યું, મને લાગે છે કે, આજની મેચમાં તે ફરીથી ઇનિગ્સની શરૂઆત કરશે કેમ કે, તેની ટેકનિક અને માનસિકતા અલગ છે. ધોની તેના પર વિશ્વાસ જરૂરથી કરશે.
(ઇનપુટ-આઇએએનએસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news