IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. 

IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂઆત શુક્રવારથી થશે. પ્રથમ મેચમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાનો છે. કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આ વખતે ટૂર્નામેન્ટ બંધ બારણે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

ભરપૂર થશે મનોરંજન
પ્રથમ મુકાબલો કાલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે અને બન્ને ટીમોમાં મોટા હિટરોની હાજરીમાં ભરપૂર મનોરંજન થશે. પ્રથમ મેચમાં જ રોહિત શર્મા, કાયરન પોલાર્ડ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ અને મેક્સવેલ જેવા બેટ્સમેનો મેદાનમાં જોવા મળશે.

હાર્દિક અને કૃણાલની જોડી ધૂમ મચાવવા તૈયાર
મુંબઈ પાસે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનના રૂપમાં મિડલ ઓર્ડરમાં દમદાર બેટ્સમેન છે. આ સિવાય પંડ્યા બ્રધર્સ ધૂમ મચાવવા તૈયાર છે. તો મેક્સવેલ આ વખતે કોહલીની સાથે રમશે. 

ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહનો ખતરો
મુંબઈની બોલિંગનો દારોમદાર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ પર રહેશે. મુંબઈની ટીમ પોતાના ખરાબ દિવસે જ હારી શકે અને પોતાના સારા દિવસે ગમે તે ટીમને પરાજય આપી શકે છે. રોહિતનો વિરોધી અને બેંગલોરની ટીમનો કેપ્ટન પ્રથમ વખત ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. પરંતુ કોહલીની ટીમ મુંબઈ જેવી મજબૂત લાગી રહી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news