IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરતા સતત ચાર જીત મેળવી છે. ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. 

IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની શરૂઆત 9 એપ્રિલે થઈ હતી. 25 એપ્રિલ સુધી ટૂર્નામેન્ટની કુલ 20 મેચ રમાઈ છે. એટલે કે તમામ આઠ ટીમોએ પોતાની પાંચ-પાંચ મેચ રમી લીધી છે. પાંચ મેચ બાદ પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ ચાર જીત સાથે પ્રથમ સ્થાને છે. તો દિલ્હી કેપિટલ્સ બીજા અને આરસીબી ત્રીજા સ્થાને છે. તો ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને કોલકત્તા નાઇટ રાઇડર્સ છે. 

આ છે અત્યાર સુધી રમાયેલી મેચોનું પોઈન્ટ ટેબલ

રેંક ટીમ મેચ જીત હાર નેટ રન રેટ પોઈન્ટ
1 CSK 5 4 1 +1.612 8
2 DC 5 4 1 +0.334 8
3 RCB 5 4 1 +0.096 8
4 MI 5 2 3 -0.032 4
5 PBKS 5 2 3 -0.428 4
6 RR 5 2 3 -0.681 4
7 SRH 5 1 4 -0.180 2
8 KKR 5 1 4 -0.675 2

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news