IPL 2018: મુંબઈનો સતત ત્રીજો વિજય, કોલકત્તાનો માર્ગ બન્યો મુશ્કેલ

આઈપીએલની 41મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકત્તા નાઇડ રાઇડર્સને હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. બીજીતરફ પરાજય સાથે જ કોલકત્તાનો માર્ગ મુશ્કેલ બન્યો છે. 

IPL 2018: મુંબઈનો સતત ત્રીજો વિજય, કોલકત્તાનો માર્ગ બન્યો મુશ્કેલ

કોલકત્તાઃ આઈપીએલ 2018ની 41મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તા નાઇટ રાઈડર્સને હરાવીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આ પરાજય સાથે કોલકત્તાનો પ્લેઓફનો માર્ગ મુશ્કેલ બન્યો છે. મુંબઈએ કોલકત્તાને જીતવા માટે 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 18.1 ઓવરમાં 108 રન બનાવીને ઓલઆઉટ થઈ જતા મુંબઈનો 102 રને વિજય થયો હતો. 

211 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગના બીજા બોલે મકલેનગને સુનીલ નરેનને 4 રને આઉટ કરીને કેકેઆરને પ્રથમ ઝટકો આપ્યો હતો. કેકેઆરને બીજો ઝટકો ક્રિસ લિનના રૂપમાં લાગ્યો હતો તે 21 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 15 બોલનો સામનો કર્યો હતો. 

કોલકત્તાને પોતાના અનુભવી આક્રમક બેટ્સમેન રોબિન ઉથપ્પા પાસેથી મોટી ઈનિંગની આશા હતી પરંતુ તે માર્કડેંયની બોલિંગમાં 15 રન બનાવી આઉટ થયો હતો. રસેલ માત્ર બે રને આઉટ થયો હતો. કેપ્ટન કાર્તિક પણ ફ્લોપ રહ્યો, તે માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ નીતીશ રાણા 21 રન બનાવીને આઉટ થયો હતો. કોલકત્તાએ માત્ર 76 રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી દીધી હતી. 

પીયૂષ ચાવલા 11 રન બનાવી આઉટ થનારો કોલકત્તાનો આઠમો ખેલાડી બન્યો હતો. તેને બેન કટિંગે આઉટ કર્યો હતો. ત્યારબાદ ટોમ કુરૈન 18 રન બનાવી આઉટ થયો હતો. કૃણાલ પંડ્યાને આ સફળતા મળી હતી. 

મુંબઈ તરફથી પંડ્યા બ્રધર્સે બે-બે વિકેટ ઝડપી હતી. મેકલેનઘન, બુમરાહ, માર્કેંડેય અને કટિંગને એક-એક સફળતા મળી હતી. કોલકત્તાના બે બેટ્સમેનો રનઆઉટ થયા હતા. 

કોલકત્તાએ ઈડન ગાર્ડન્સ પર ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. મુંબઈ તરફથી એવિન લુઈસ અને સૂર્યકુમાર યાદવે પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી. લુઈસના આઉટ થનારો પ્રથમ બેટ્સમેન બન્યો. તે દુર્ભાગ્યશાળી રીતે આઉટ થયો હતો. 

સૂર્યકુમાર યાદવ આઉટ થનારો બીજો બેટ્સમેન રહ્યો. તેણે 36 રન બન્વાય. તે પીયૂષ ચાવલાની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિત શર્મા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. રોહિત શર્મા 10 રન પર હતો ત્યારે નીતીશ રાણાએ તેનો કેચ છોડ્યો હતો. રોહિતે આ જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો હતો. 

રોહિત પર દબાવને યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનનો ભરપૂર સાથ મળ્યો. કિશન તો ખૂબ આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો. તેણે માત્ર 17 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. આઈપીએલની આ સીઝનની સંયુક્ત રૂપે બીજી ઝડપી અડધી સદી છે. 

કિશન પાંચ ફોર અને છ સિક્સની મદદથી 21 બોલમાં 62 રન બનાવી આઉટ થયો હતો. કિશન આઉટ થયો ત્યારે મુંબઈ મજબૂત સ્થિતિમાં હતું. તેનો સ્કોર 14.4 ઓવરમાં 144 રન હતો. કિશને રોહિત સાથે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી. 

હાર્દિક પંડ્યા 13 બોલમાં 19 રન બનાવીને કુરેનનો શિકાર બન્યો હતો. રોહિત શર્મા 36 રન બનાવી આઉટ થયો હતો. અંતમાં બેન કટિંગે 9 બોલમાં 24 રન ફટકાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news