બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી સૌરવ ગાંગુલીને થશે 7 કરોડનું નુકસાન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ કોમેન્ટ્રી છોડવી પડશે. એટલું જ નહીં, તેણે મીડિયા કોન્ટ્રાક્ટ અને કોમર્શિયલ કરારને પણ એક બાજુ રાખવા પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બિનહરીફ બીસીસીઆઈનો આગામી અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. પ્રશાસકોની નવી ટીમ 23 ઓક્ટોબર પોત-પોતાનું પદ સંભાળશે. અધ્યક્ષ બનવાથી ગાંગુલીને ઓછામાં ઓછા 7 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે ગાંગુલીનો કાર્યકાળ 10 મહિનાનો હશે કારણ કે તેણે સપ્ટેમ્બર 2020 બાદ કુલિંગ ઓફ પીરિયડ પર જવું પડશે.
47 વર્ષીય ગાંગુલી હાલ કોમેન્ટ્રી પણ કરે છે અને કોમર્શિયલ જાહેરાતો સાથે પણ જોડાયેલો છે. આ કારણે તેણે બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી મોટી રકમનું નુકસાન થશે. ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 2003ના વિશ્વકપમાં રનર્સઅપ રહી હતી. તેને ખુબ આક્રમક કેપ્ટન ગણવામાં આવતો અને તે પોતાના નિર્ણય પર અડિગ રહેતો હતો.
માનવામાં આવી રહ્યું છે કે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના હાલના અધ્યક્ષ ગાંગુલીએ બીસીસીઆઈનું પ્રમુખ પદ સંભાળવાથી કોમેન્ટ્રી છોડપી પડશે. એટલું જ નહીં, તેણે મીડિયા કોન્ટ્રાક્ટ અને કોમર્શિયલ કરારને પણ સાઇડ પર રાખવા પડશે. તે બીસીસીઆઈના પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ રહી શકશે નહીં. તે કોમર્શિયલ જાહેરાત સિવાય આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ સાથે પણ જોડાયેલા રહ્યાં છે.
ગાંગુલીની ઉમેદવારી દરમિયાન શ્રીનિવાસન, રાજીવ શુક્લા અને નિરંજન શાહ હાજર રહ્યાં હતા. આવું પ્રથમ વખત જોવા મળ્યું કે, જ્યારે બોર્ડના જૂના પ્રશાસક કોઈ એક ઉમેદવાર માટે સાથે આવ્યા હોય. ગાંગુલીએ ઉમેદવારી કર્યાં બાદ કહ્યું, 'મારી પ્રથમ પ્રાથમિકતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને જોવાની રહેશે. મે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ને આગ્રહ કર્યો હતો, પરંતુ મારી વાત સાંભળવામાં આવી નહતી.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે