પાકિસ્તાન સુપર લીગના સંપૂર્ણ બજેટથી મોંઘી છે મહિલા IPLની એક ટીમ, જાણો કિંમત

BCCI મહિલા પ્રીમિયર લીગની તમામ પાંચ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલી ટીમની હરાજી પ્રક્રિયામાં બીસીસીઆઈએ પાંચ ટીમોને 4,670 કરોડમાં વેચી હતી. વિમેન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ટીમ 1,289 કરોડમાં વેચાઈ હતી. જ્યારે સૌથી સસ્તી ટીમ 757 કરોડમાં વેચાઈ હતી. આ મહિલા પ્રીમિયર લીગની હરાજીએ આઈપીએલ 2008નો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. પરંતુ સૌથી મહત્વની વાત એ સ્પષ્ટ થઈ ગઈ છે કે પાકિસ્તાન સુપર લીગની સૌથી મોંઘી ટીમનો પણ ભારતની મહિલા આઈપીએલ સાથે કોઈ મુકાબલો નથી.

પાકિસ્તાન સુપર લીગના સંપૂર્ણ બજેટથી મોંઘી છે મહિલા IPLની એક ટીમ, જાણો કિંમત

BCCI મહિલા પ્રીમિયર લીગની તમામ પાંચ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આજે યોજાયેલી ટીમની હરાજી પ્રક્રિયામાં બીસીસીઆઈએ પાંચ ટીમોને 4,670 કરોડમાં વેચી હતી. વિમેન્સ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ટીમ 1,289 કરોડમાં વેચાઈ હતી. જ્યારે સૌથી સસ્તી ટીમ 757 કરોડમાં વેચાઈ હતી. આ મહિલા પ્રીમિયર લીગની હરાજીએ આઈપીએલ 2008નો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. પરંતુ સૌથી મહત્વની વાત એ સ્પષ્ટ થઈ ગઈ છે કે પાકિસ્તાન સુપર લીગની સૌથી મોંઘી ટીમનો પણ ભારતની મહિલા આઈપીએલ સાથે કોઈ મુકાબલો નથી. ચાલો જાણીએ કે પાકિસ્તાન સુપર લીગની ટીમો કેટલી કિંમતે વેચાઈ હતી અને તેઓ ઈન્ડિયન વુમન્સ પ્રીમિયર લીગ સામે ક્યાં છે

પૈસાની બાબતમાં પાકિસ્તાન સુપર લીગ વુમન્સ પ્રીમિયર લીગની નજીક પણ નથી. 2015 માં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની પાંચ ટીમો 93 મિલિયન ડોલરમાં વેચી હતી. પછી, 2019માં, લીગની છઠ્ઠી ટીમ 6.35 મિલિયન ડોલરમાં વેચાઈ. તમામ 6 PSL ટીમોની કુલ કિંમત 100 મિલિયન ડોલર પણ નથી. જો તમે આજના ડોલરના હિસાબે આ લીગની તમામ ટીમો પર નજર નાખો તો આ લીગની તમામ 6 ટીમોની કુલ કિંમત મહિલા IPL લીગની એક ટીમ જેટલી પણ નથી.

કઈ પીએસએલ ટીમ કેટલામાં વેચાઈ?
કરાચી કિંગ્સ - 26 મિલિયન ડોલર
ઈસ્લામાબાદ યુનાઈટેડ ટીમ - 15 મિલિયન ડોલર
મુલતાન સુલતાન - 6.35 મિલિયન ડોલર
લાહોર કલંદર - 25.1 મિલિયન ડોલર
પેશાવર ઝાલ્મી - 16 મિલિયન ડોલર
ક્વેટા ગ્લેડીયેટર્સ - 11 મિલિયન ડોલર

વુમન્સ પ્રીમિયર લીગની ટીમોની કિંમત
અમદાવાદઃ 1289 કરોડ
મુંબઈ: 912.99 કરોડ
બેંગલુરુ: 901 કરોડ
દિલ્હીઃ 810 કરોડ
લખનૌ: 757 કરોડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news