Suryakumar યાદવે મળ્યો ટી 20 નો સૌથી મોટો એવોર્ડ, પાકિસ્તાનના રિઝવાનને આપી માત

સૂર્યકુમાર યાદવ અત્યારે T20માં દુનિયાનો નંબર વન બેટ્સમેન પણ છે. હાલમાં તેના 908 રેટિંગ પોઈન્ટ છે. ગયા વર્ષે જ તે નંબર વન પર પહોંચી ગયો હતો. સૂર્યાએ પણ 2023ની મજબૂત શરૂઆત કરી છે. શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં સૂર્યાએ એક અર્ધસદી અને એક સદી ફટકારી હતી.

Suryakumar યાદવે મળ્યો ટી 20 નો સૌથી મોટો એવોર્ડ, પાકિસ્તાનના રિઝવાનને આપી માત

Suryakumar Yadav ICC: ICC એ સૂર્યકુમાર યાદવને વર્ષ 2022 માટે મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ ઇયર તરીકે પસંદ કર્યો છે. સૂર્યાએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

ભારતીય ટીમના ધમાકેદાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 2022માં ધમાલ મચાવી હતી. સૂર્યા T20માં વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. ICCએ પણ તેના પ્રદર્શનને સલામ કરી છે. સૂર્યાને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર 2022થી નવાજવામાં આવ્યો છે. T20 ઇન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 થી વધુ રન બનાવનાર તે માત્ર બીજો બેટ્સમેન બન્યો છે. તેણે 187.43ના સ્ટ્રાઈક રેટથી 1164 રન બનાવ્યા. તે 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

બે સદી ફટકારી
સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ બે સદી ફટકારી હતી. તેણે પ્રથમ સદી ઈંગ્લેન્ડમાં અને બીજી ન્યૂઝીલેન્ડમાં ફટકારી હતી. બે સદી ઉપરાંત 9 અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 68 સિક્સર પણ ફટકારી હતી. આ એક વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ પણ છે.

ઓસ્ટ્રેલિયામાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022માં પણ તેના બેટ વડે વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી હતી. તેણે 6 ઇનિંગ્સમાં ત્રણ અર્ધસદી ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 190 ની આસપાસ હતો અને સરેરાશ 60 હતો.

દુનિયાનો નંબર વન બેટ્સમેન
સૂર્યકુમાર યાદવ અત્યારે T20માં દુનિયાનો નંબર વન બેટ્સમેન પણ છે. હાલમાં તેના 908 રેટિંગ પોઈન્ટ છે. ગયા વર્ષે જ તે નંબર વન પર પહોંચી ગયો હતો. સૂર્યાએ પણ 2023ની મજબૂત શરૂઆત કરી છે. શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં સૂર્યાએ એક અર્ધસદી અને એક સદી ફટકારી હતી. તે T20માં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ સાથે ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.

આ ખેલાડીઓને પછાડ્યા
ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ ગત વર્ષથી શરૂ થયો હતો. પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાનને 2021 માટે આ એવોર્ડ મળ્યો છે. આ વખતે સૂર્યા ઉપરાંત રિઝવાન, ઈંગ્લેન્ડના સેમ કુરાન અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news