Padma Awards 2020: એમસી મેરીકોમને પદ્મ વિભૂષણ તો પીવી સિંધુનું પદ્મ ભૂષણથી સન્માન

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કયારેલા પદ્મ એવોર્ડમાં કુલ 8 રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 
 

Padma Awards 2020: એમસી મેરીકોમને પદ્મ વિભૂષણ તો પીવી સિંધુનું પદ્મ ભૂષણથી સન્માન

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપતા વ્યક્તિઓનું આ પુરસ્કારોથી સન્માન કરવામાં આવે છે. આજે જે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેમાં કુલ 7 લોકોનું પદ્મ વિભૂષણ, 16 લોકોનું પદ્મ ભૂષણ અને 118 લોકોનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવશે. રમતગમત ક્ષેત્રમાં પોતાના યોગદાન માટે ભારતની સ્ટાર મહિલા બોક્સર એમસી મેરીકોમનું પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે. તો મહિલા બેડમિન્ટન ખેલાડીનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. તો ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાણી રામપાલનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. 

Padma Awards 2020: અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ 

સ્પોર્ટ્સ ક્ષેત્રે યોગદાન માટે આ ખેલાડીઓનું કરાશે સન્માન

એમસી મેરી કોમ (પદ્મ વિભૂષણ) (બોક્સિંગ)
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમનું પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. મણિપુરના 36 વર્ષીય મેરી કોમે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પીવી સિંધુ (પદ્મ ભૂષણ) (બેડમિન્ટન)
વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. 

આ ખેલાડીઓનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન
ઝહીર ખાન (ક્રિકેટ)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવ્યું છે. ઝહીર ખાન ડાબા હાથનો ફાસ્ટ બોલર હતો. 

ઓઇનમ બમબમ દેવી (ફુટબોલ)
ભારતીય મહિલા ફુટબોલની પૂર્વ કેપ્ટમ બમબમ દેવીને પદ્મ શ્રી આપવામાં આવશે. મણિપુરની બમબમ દેવી અર્જુન એવોર્ડથી સન્માનિત છે.  

એમ પી ગણેશ (પૂર્વ હોકી પ્લેયર)
73 વર્ષના પૂર્વ હોકી ખેલાડી એમપી ગણેશે ભારતની આગેવાની કરી છે. તેઓ ભારતીય હોકી ટીમના કોચ પણ રહ્યાં છે. તેમનું 1973માં અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

જીતુ રાય (શૂટિંગ)
ભારતીય શૂટર જીતુ રાયે 2018ની કોમનવેલ્થ ગેમ્સ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનું ભારત સરકાર તરફથી રમત જગતના સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માન થઈ ચુક્યું છે. 33 વર્ષીય જીતુ અર્જુન એવોર્ડી પણ છે. 

તરૂણદીપ રાય (તીરંદાજી)
ભારતીય આર્ટર તરૂણદીપ રાય ગોરખા સમુદાયથી આવે છે. તેમનું પણ અર્જુન એવોર્ડથી સન્માન થઈ ચુક્યું છે. 

રાણી રામપાલ (હોકી)
ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલની પણ પદ્મ શ્રી માટે પસંદગી કરવામાં આવી છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં પોતાના આંતરરાષ્ટ્રીય ફીલ્ડ હોકી કરિયરની શરૂઆત કરનારી રાની 2010 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતની સૌથી યુવા ખેલાડી હતી. હરિયાણાના કુરૂક્ષેત્ર વિસ્તારના શાહબાદ મારકંડામાં રહેલી રાનીએ 6 વર્ષની ઉંમરમાં હોકી રમવાનું શરૂ કર્યું હતું. રાનીની ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરી ચુકી છે અને ટોક્યોમાં તેનો પ્રયત્ન સારા પ્રદર્શન પર હશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news