Padma Awards 2020: આનંદ મહિન્દ્રા સહિત 11 ઉદ્યોગપતિઓને પદ્મ પુરસ્કાર
આનંદ મહિન્દ્રા સહિત 11 દિગ્ગજ ઉદ્યોગપતિઓને 2020નો પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. 16 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મ શ્રી આપવાની જાહેરાત કરી છે. ઉદ્યોગ તથા વ્યાપાર ક્ષેત્રના 11 દિગ્ગજોનું પદ્મ પુરસ્કારોથી સન્માન કરવામાં આવ્યું છે. દિગ્ગજ ઉદ્યોગપતિ મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રા તથા ટીવીએસ ગ્રુપના ચેરમેન વેણુ શ્રીનિવાસનનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું છે.
પદ્મ ભૂષણથી સન્માનિત દિગ્ગજ ઉદ્યોગપતિ
1. આનંદ મહિન્દ્રા
દિગ્ગજ ઉદ્યોગપતિ તથા મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું છે.
2. વેણુ શ્રીનિવાસન
ટીવીએસ ગ્રુપના ચેરમેન વેણુ શ્રીનિવાસનનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું છે.
પદ્મશ્રીથી સન્માનિત દિગ્ગજ ઉદ્યોગપતિ
1. સંજીવ બિખચંદાની (ઉત્તર પ્રદેશ)
જોબ પોર્ટલ નોકરી ડોટ કોમના ફાઉન્ડર તથા એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન સંજીવ બિખચંદાનીનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવ્યું છે.
2. જય પ્રકાશ અગ્રવાલ (નવી દિલ્હી)
કારોબારી જય પ્રકાશ અગ્રવાલનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું છે.
3. ગફૂરભાઈ બિલખિયા (ગુજરાત)
માઇક્રો ઇંક્સ લિમિટેડના કો-ફાઉન્ડર ગફૂરભાઈ એમ. બિલખિયાનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવ્યું છે.
4. ભરત ગોયનકા (કર્ણાટક)
ટૈલી સોલ્યૂશન્સના ફાઉન્ડર ભરત ગોયનકાને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
5. નેમનાથ જૈન (મધ્યપ્રદેશ)
પ્રેસ્ટિજ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ચેરમેન નેમનાથ જૈનને પણ પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
6. વિજય સંકેશ્વર (કર્ણાટક)
દેશની સૌથી મોટી લોજિસ્ટિક કંપની વીઆરએલ ગ્રુપના ચેરમેન વિજય સંકેશ્વરનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવશે.
7. ચેવાંગ મોટુપ ગોબા (લદ્દાખ)
રિમો એક્સપેડિશન, લદ્દાખ મેરાથન એન્ડ ધ ખારદુંગલા ચેલેન્ડના ફાઉન્ડર ચેવાંગ મોટુર ગોબાનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવશે.
8. રોમેશ ટેકચંદ્ર વાધવાની (અમેરિકા)
સિંફની ટેક્નોલોજી ગ્રુપના ફાઉન્ડર, સીઈઓ તથા ચેરમેન ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિ રોમેશ ટેકચંદ્ર વાદવાનીનું પણ પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવ્યું છે.
9. પ્રેમ વત્સ (કેનેડા)
ફેયરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સના ફાઉન્ડર, ચેરમેન તથા સીઈઓ ભારતીય મૂળના કેનેડાઈ કારોબારી પ્રેમ વત્સનું પદ્મ શ્રીથી સન્માન કરવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે