Ravindra Jadeja Asia Cup: 'મારા મોતની અફવા ઉડાવી દીધી હતી'... આલોચકો પર ભડક્યો રવિન્દ્ર જાડેજા


Ravindra Jadeja Asia Cup: એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ જાડેજાએ સૂર્યકુમાર યાદવ (18) ની સાથે ઈનિંગને સંભાળી પછી હાર્દિકની સાથે 52 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. 
 

Ravindra Jadeja Asia Cup: 'મારા મોતની અફવા ઉડાવી દીધી હતી'... આલોચકો પર ભડક્યો રવિન્દ્ર જાડેજા

દુબઈઃ ટીમ મેનેજમેન્ટ દ્વારા રવિન્દ્ર જાડેજાને બેટિંગ ક્રમમાં ચોથા નંબર પર મોકલવો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો અને પાકિસ્તાન પર રોમાંચક જીત દરમિયાન તેણે 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ ઓલરાઉન્ડરે હોંગકોંગ વિરુદ્ધ મેચ પહેલા કહ્યું કે તે આ પડકાર માટે માનસિક રૂપથી તૈયાર હતો. જાડેજાને શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝની સ્પિન જોડીનો સામનો કરવા બેટિંગ ક્રમમાં ઉપર મોકલવામાં આવ્યો હતો. બંનેને ડાબા હાથના બેટરે પરેશાન કર્યા હતા. જાડેજાએ ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું જેણે ત્રણ રનની અંદર વિરાટ કોહલી અને રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. 

ચોથા ક્રમે આવવા પર તૈયાર હતો
જાડેજાએ રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની પાંચ વિકેટથી જીત વિશે કહ્યું, શંકા વગર (મને ખ્યાલ હતો કે આમ થઈ શકે છે) તેની અંતિમ ઇલેવન જોયા બાદ મને ખ્યાલ હતો કે આવી સ્થિતિ આવી શકે છે. હું માનસિક રૂપથી તૈયાર હતો. સૌભાગ્યથી મેં ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા. હું ટોપ સેવનમાં એકમાત્ર ડાબા હાથનો બેટર હતો. 

મારા મરવાની અફવા ઉડી હતી
ચેન્નઈ સુપર કિંગ્સ માટે પાછલી આઈપીએલ જાડેજા માટે સારી રહી નહીં. તેવામાં ચર્ચા હતી કે તેને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વિશ્વકપ માટે પસંદ કરવામાં આવશે નહીં. તે પૂછવા પર કે તે કઈ રીતે આવી અફવાનો સામનો કરે છે. જાડેજાએ કહ્યુ, 'વચ્ચે સમાચાર આવ્યા કે હું મરી ગયો છું! તેનાથી મોટા સમાચાર તો ન હોઈ શકે. હું બસ એટલું કરૂ છું, દરરોજ બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ.' જાડેજા મેમાં 61 વર્ષીય સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર રાજેન્દ્ર જાડેજાના મોતના સમાચારનો ઉલ્લેખ કરી રહ્યો હતો. 

વધુ વિચારતો નથી, માત્ર રમુ છું
આ ઓલરાઉન્ડરે કહ્યું, હું જ્યારે ક્રીઝ પર ઉતરુ છું તો બસ સ્થિતિ અનુસાર રમુ છું. ટી20માં તમારી પાસે વિચારવાનો વધુ સમય હોતો નથી. તમારે મેદાન પર ઉતરીને પ્રદર્શન કરવુ પડે છે. મારે બસ બેટિંગ કરતા રન બનાવવાના હોય છે અને જરૂર પડવા પર વિકેટ અપાવવાની હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news