રિકી પોન્ટિંગનો દાવો: વર્લ્ડકપમાં ખુબ જ ખતરનાક સાબિત થશે ટીમ ઈન્ડિયાનો આ બેટર

T20 World Cup: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના મતે, ઋષભ પંત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં થનાર આઈસીસી ટી20 વર્લ્ડકપ અભિયાનનો એક અભિન્ન ભાગ હોવો જોઈએ.

રિકી પોન્ટિંગનો દાવો: વર્લ્ડકપમાં ખુબ જ ખતરનાક સાબિત થશે ટીમ ઈન્ડિયાનો આ બેટર

T20 World Cup: હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સીરિઝ ચાલી રહી છે. આ વર્ષના અંતમાં ટી20 વર્લ્ડકપ રમાનાર છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી20 વર્લ્ડકપમાં ભારતનો એક બેટ્સમેન ખુબ જ ખતરનાક સાબિત થનાર છે.

રિકી પોન્ટિંગે કર્યો મોટો દાવો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના મતે, ઋષભ પંત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં થનાર આઈસીસી ટી20 વર્લ્ડકપ અભિયાનનો એક અભિન્ન ભાગ હોવો જોઈએ.

ખુબ જ ખતરનાક સાબિત થશે પંત
રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે, આઈસીસી ટી20 વર્લ્ડકપમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અસાધારણ રૂપથી ખતરનાક સાબિત થશે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં સપાટ અને ઉછાળ વાળી પીચ છે.

ઋષભ પંત એક અદ્દભુત ખેલાડી
રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે, ઋષભ પંત એક અદ્દભુત ખેલાડી છે. તે ટીમ ઈન્ડિયા માટે અસાધારણ રૂપથી ખતરનાક સાબિત થશે. દિલ્હી કેપિટલ્સમાં પંતની પ્રગતિને જોયા બાદ, ઓસ્ટ્રેલિયન દિગ્ગજે મહેસૂસ કર્યું છે કે આ વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપ દરમિયાન પંતને ફ્લોટરના રૂપમાં ઉપયોગ થવો જોઈએ. રિકી પોન્ટિંગે મહેસૂસ કર્યું છે કે ખુબ ઝડપી અને વિસ્ફોટક ક્રિકેટરને જોતા ડાબોડી બેટ્સમેનના રૂપમાં વિશિષ્ટ ભૂમિકામાં પંતનો ઉપયોગ કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news