IPL: રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, કોહલી-રૈના બાદ બન્યો ત્રીજો બેટ્સમેન


IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારના લિસ્ટમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને હતો, પરંતુ પંજાબ વિરુદ્ધ તેણે એક માઇલસ્ટોન હાસિલ કર્યો છે. 

IPL: રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, કોહલી-રૈના બાદ બન્યો ત્રીજો બેટ્સમેન

નવી દિલ્હીઃ IPL 2020ની 13મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિતે પંજાબ સામે ચોગ્ગો ફટકારતાની સાથે આઈપીએલમાં 5 હજાર રનપ પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. તે આઈપીએલમાં પાંચ હજાર રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન છે. 

IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારના લિસ્ટમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને હતો, પરંતુ પંજાબ વિરુદ્ધ તેણે એક માઇલસ્ટોન હાસિલ કર્યો છે. રોહિત હવે આઈપીએલના ઈતિહાસમાં પાંચ હજાર રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેની પહેલા વિરાટ કોહલી અને સુરેશ રૈના આ કમાલ કરી ચુક્યા છે. પરંતુ રોહિત શર્માએ સુરેશ રૈના અને વિરાટ કોહલી કરતા વધુ મેચ રમી છે. 

— IndianPremierLeague (@IPL) October 1, 2020

જમણા હાથના બેટ્સમેન રોહિત શર્માએ આ મેચમાં બીજી ઓવરના પ્રથમ બોલનો સામનો કર્યો. શમીના બોલ પર રોહિતે કવર ઉપરથી બાઉન્ડ્રી ફટકારી હતી. આ રીતે તેણે આઈપીએલની 192મી મેચમાં 5 હજાર રન પૂરા કર્યાં છે. તેની પહેલા તેણે 191 મેચોની 186 ઈનિંગમાં 28 વખત અણનમ રહેતા 4998 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 31.63ની રહી તો સ્ટ્રાઇક રેટ 130.97ની રહી હતી. આઈપીએલમાં હિટમેનના નામથી જાણીતા રોહિતે 1 સદી અને 37 અડધી સદી ફટકારી છે. રોહિતે અત્યાર સુધી 436 ચોગ્ગા અને 201 છગ્ગા ફટકાર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news