રોહિત ટી20 રેન્કિંગમાં આઠમાં સ્થાન પર, કોહલી અને ધવનને પણ થયો ફાયદો

રોહિત શર્માને એક સ્થાનનો ફાયદો થયો છે. તે આઈસીસીના બેટ્સમેનોના રેન્કિંગમાં 8મા સ્થાને પહોંચી ગયો છે. તો કોહલી 11મા અને ધવન 13મા સ્થાન પર છે. 

રોહિત ટી20 રેન્કિંગમાં આઠમાં સ્થાન પર, કોહલી અને ધવનને પણ થયો ફાયદો

દુબઈઃ રોહિત શર્મા આઈસીસી ટી20 બેટ્સમેનોના રેન્કિંગમાં એક સ્થાન ઉપર આઠમાં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બુધવારે જાહેર થયેલા રેન્કિંગમાં ટોપ-10મા સામેલ થવાની નજીક પહોંચી ગયા છે. 

કોહલીએ આફ્રિકા વિરુદ્ધ 1-1થી ડ્રો થયેલી ટી20 સિરીઝની બીજી મેચમાં અણનમ 72 રન બનાવ્યા હતા, જેથી તે એક સ્થાન ઉપર 11મા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ધવન 40 અને 36ના સ્કોર બનાવવાને કારણે ત્રણ સ્થાન આગળ 13મા નંબર પર આવી ગયો છે. 

— ICC (@ICC) September 25, 2019

રોહિતના 664 પોઈન્ટ છે અને તે ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સની સાથે સંયુક્ત આઠમાં સ્થાન પર છે. બોલિંગ રેન્કિંગમાં વોશિંગટન સુંદર આઠ સ્થાન ઉપર આવીને 50મા સ્થાન પર પહોંચી ગયો છે. ભારત વિરુદ્ધ સિરીઝમાં આફ્રિકાના ડિ કોક 49મા સ્થાનથી 30મા સ્થાને પહોંચી ગયો છે. ડિ કોકે બે મેચોમાં 52 અને અણનમ 79 રન બનાવ્યા હતા. 

સ્પિનર તબરેજ શમ્સી બોલરોના રેન્કિંગમાં ટોપ-10મા પહોંચી ગયો છે જ્યારે એન્ડિલે ફેહલુકવાયો પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ સાતમી રેન્કિંગ પર પહોંચી ગયો છે. આ વચ્ચે ઝિમ્બાબ્વેના કેપ્ટન હેમિલ્ટન માસ્કાડઝાએ 22મા સ્થાન પર રહેતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું જ્યારે અફઘાનિસ્તાનનો સ્પિનર મુઝીબ ઉર રહમાન ત્રિકોણીય સિરીઝમાં સાત વિકેટ ઝડપીને ટોપ-10મા પહોંચી ગયો છે. ટીમ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાન પર છે. પાકિસ્તાન પ્રથમ, ઈંગ્લેન્ડ બીજા અને આફ્રિકા ત્રીજા સ્થાન પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news