RCB સામે KKRની જીત બાદ કિંગ ખાને વિરાટ કોહલીને ગળે લગાવી કર્યો ડાન્સ, જુઓ વાયરલ વિડીયો
IPL 2023ની 9મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બોલિવૂડના કિંગ ખાન (KKRના માલિક) પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચમાં KKRએ RCBને હરાવ્યું હતું.
Trending Photos
Virat Kohli & Shahrukh Khan dancing Jhoome Jo Pathan: હાલમાં દેશમાં આઈપીએલ 2023 પૂરજોશમાં ચાલી રહી છે. ગત રાત્રે એટલે કે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો આઈપીએલમાં આમને-સામને હતી. બોલિવૂડના કિંગ ખાન (KKRના માલિક) પણ આ મેચ જોવા પહોંચ્યા હતા. આ મેચમાં KKRએ RCBને હરાવ્યું હતું. KKRની જીત બાદ ટીમના માલિક શાહરૂખ ખાન મેદાન પર ગયા અને RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મળ્યા..
Virat Kohli & Shahrukh Khan dancing "Jhoome Jo Pathan".
The best moment of the day. pic.twitter.com/SrZv0ua8xq
— Johns. (@CricCrazyJohns) April 6, 2023
શાહરૂખે પહેલા વિરાટ કોહલી સાથે હાથ મિલાવ્યા અને પછી તેના ગાલ ખેંચ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મેદાન પર વિરાટે શાહરૂખ ખાન સાથે પઠાણ સોંગ પર ડાન્સ કર્યો હતો. ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. બંનેની તસવીરો પણ જોરદાર વાયરલ થઈ રહી છે.
King's in one frame 🫶❤️#ShahRukhKhan #Viratkholi pic.twitter.com/dbzersuDDQ
— Panav Srivastava (@PanavSrivastava) April 6, 2023
આ પણ વાંચો:
રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, 2024 સુધી મોદી સરકારે કરી નવી સુવિધા
Gold Silve:ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
જૂની પેન્શન પર કેન્દ્ર સરકારનો મોટું પગલું, નાણામંત્રીએ સંસદમાં કર્યું એલાન
આરસીબીની હાર
આ મેચમાં KKRએ RCBને ખરાબ રીતે હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગ્લોરની ટીમ 123 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રને હરાવ્યું.
Video of King Khan at the Eden Gardens today ❤️ #ShahRukhKhan #KKRvRCB #AmiKKR #KKR pic.twitter.com/DiQ9dpsxvJ
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023
શાર્દુલ ઠાકુરે KKR માટે પ્રથમ બેટિંગ કરીને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. શાર્દુલે માત્ર 29 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. આ પછી બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 4, સુયશ શર્માએ ત્રણ અને સુનીલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરને સફળતા મળી.
આ પણ વાંચો:
દસ્તાવેજ નોંધણીને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફ્રેંકિંગ પધ્ધતિનો સમય વધાર્યો
ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા
સાવધાનઃ શું તમે તો નથી ખાતાને આવી કેરી! કરી રહી છે તમારા શરીરને ખલાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે